Tankara : બંગાવડી ગામે વિકલાંગ કાકા-ભત્રીજાએ મતદાન કર્યું લોકશાહીએ ‘પગભર’ કરી

- text


ટંકારા: સમગ્ર ગુજરાતમાં આજે લોકસભાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. મોરબી જિલ્લામાં પણ મતદાન ચાલું છે. વિવિધ ક્ષેત્રનાં લોકો સમય કાઢીને લોકશાહીને મજબૂત કરવા મતદાન કરવા જાય છે. આ સમયે ટંકારા તાલુકાના બંગાવડી ગામે વિકલાંગ કાકા ભવાનભાઈ મેંદપરા અને ભત્રીજા જીજ્ઞેશભાઈ મેંદપરાએ વ્હીલચેર પર આવી મતદાન કર્યું હતું. લોકશાહી પ્રત્યેની તેમની આ કટીબદ્ધતા જોઇ હાજર સૌ લોકોએ તેમને અભિનંદન આપ્યા હતા અને અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બન્યા હતા

- text

- text