જાણવા જેવું : આજે મહા માસની પૂનમ, વિદેશમાં તમામ 12 પૂનમના હોય છે વિવિધ નામો

- text


ફેબ્રુઆરીમાં આવતી પૂનમને સ્નો મૂન કહેવાય છે

આજે તા. 27 ફેબ્રુઆરીના રોજ શનિવારે મહા માસની પૂનમની તિથિ છે. હિન્દુ પંચાંગ મુજબ જે નક્ષત્રમાં પૂનમ આવે છે, તે નક્ષત્રના નામ પરથી મહિનાનું નામ અને તે મહિનાની પૂનમનું નામ નક્કી કરવામાં આવ્યું છે. જયારે ભોપાલના વિજ્ઞાન પ્રસારણકર્તા સારિકા ધારૂના અનુસાર અમેરિકા અને અન્ય પશ્ચિમ દેશોમાં પૂનમના નામ ત્યાંની વિશેષ ઘટનાઓ અને હવામાનની સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. આથી, વિદેશમાં આખા વર્ષની તમામ 12 પૂનમના હોય વિવિધ નામો હોય છે.

પૂનમના વિદેશી નામો

વોલ્ફ મૂન (Wolf Moon) : વર્ષ 2021માં 28 જાન્યુઆરીએ વોલ્ફ મૂન હતી. પશ્ચિમી દેશોમાં આ સમયમાં વરુના અવાજો સૌથી વધુ સાંભળવા મળે છે. તેના કારણે જાન્યુઆરીમાં આવતી પૂનમને વોલ્ફ મૂન કહેવામાં આવે છે.

સ્નો મૂન (Snow Moon) : વર્ષ 2021માં આજે 27 ફેબ્રુઆરીના રોજ પૂનમની તિથિ છે. ફેબ્રુઆરીમાં આવતી પૂનમને વિદેશમાં સ્નો મૂનના નામથી ઓળખવામાં આવે છે. કેમ કે ત્યાં આ મહિનામાં બરફવર્ષા વધારે થાય છે.

વર્મ મૂન (Worm Moon) : વર્ષ 2021માં 28 માર્ચના દિવસે વર્મ મૂન છે. શિયાળાની છેલ્લી પૂનમ માર્ચમાં આવે છે. પશ્ચિમી દેશોમાં આ સમયે અળસિયા વધારે જોવા મળે છે. તેના કારણે માર્ચની પૂનમને વર્મ મૂન કહેવામાં આવે છે.

પિંક મૂન (Pink Moon) : વર્ષ 2021માં 27 એપ્રિલના રોજ પિંક મૂન છે. પશ્ચિમના દેશોમાં એપ્રિલ મહિનાથી ગુલાબી ફૂલ વધારે ખીલે છે. આથી, એપ્રિલ મહિનાની પૂનમને પિંક મૂન કહેવામાં આવે છે.

ફ્લાવર મૂન (Flower Moon) : વર્ષ 2021માં 26 મેના રોજ ફ્લાવર મૂન આવશે. મે મહિનામાં આવતી પૂનમને ફ્લાવર મૂન કહેવાય છે. કારણ કે આ સમયે ઘણા પ્રકારના મોસમી ફૂલો ખીલે છે.

સ્ટ્રોબેરી મૂન (Strawberry Moon) : વર્ષ 2021માં 24 જૂને સ્ટ્રોબેરી મૂન હશે. જૂન મહિનામાં સ્ટ્રોબેરી પાકવા લાગે છે. આ કારણે જૂન મહિનાની પૂનમને સ્ટ્રોબેરી પૂનમ તરીકે ઓળખાય છે.

- text

બક મૂન (Buck Moon) : સાલ 2021માં 24 જુલાઈના રોજ બક મૂન છે. જુલાઈમાં હરણના માથે નવા શિંગ આવે છે. હરણના આ શિંગના નામ પરથી જુલાઈ મહિનાની પૂનમને બક મૂન કહેવાય છે.

સ્ટર્જન મૂન (Sturgeon Moon) : વર્ષ 2021માં 22 ઓગસ્ટના રોજ સ્ટર્જન મૂન આવશે. ઓગસ્ટ મહિનાની પૂનમના સમયે પશ્ચિમી દેશોના ઝરણામાં સ્ટર્જન નામની વિશેષ માછલીઓની સંખ્યા વધી જાય છે. આથી, માછલીના નામ પરથી ઓગસ્ટ મહિનાની પૂનમને સ્ટર્જન મૂન કહેવાય છે.

હાર્વેસ્ટ મૂન (Harvest Moon) : 2021ના વર્ષમાં 20 સપ્ટેમ્બરના દિવસે હાર્વેસ્ટ મૂન આવશે. વિદેશમાં સપ્ટેમ્બર મહિનામાં પાક કાપવામાં આવે છે. તેથી, આ પૂનમને હાર્વેસ્ટ મૂન કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દર 3 વર્ષે એક વાર આ મૂન ઓક્ટોબરમાં ઉજવવામાં આવે છે.

હન્ટર્સ મૂન (Hunter’s Moon) : આ 2021ની સાલમા 20 ઓક્ટોબરના રોજ હન્ટર્સ મૂન હશે. વિદેશમાં આ સમયે ઉત્તર ધ્રુવના લોકો શિયાળાને ધ્યાનમાં રાખી ભોજન માટે શિકાર કરે છે. શિકારને લીધે આ પૂનમને હન્ટર્સ મૂન કહેવાય છે. ઉલ્લેખનીય છે કે દર 3 વર્ષે એક વખત ઓક્ટોબરની પૂનમે હાર્વેસ્ટ મૂન ઉજવવામાં આવે છે. અન્ય 2 વર્ષની ઓક્ટોબરની પૂનમને હન્ટર્સ મૂન કહેવાય છે.

બીવર મૂન (Beavers Moon) : વર્ષ 2021માં 20 નવેમ્બરે બીવર મૂન છે. નવેમ્બર મહિનામાં બીવર (પ્રાણી) ઠંડીના દિવસોની ખાસ તૈયારી શરૂ કરી દે છે. બીવર રહેવા માટે પોતાનું ઘર બનાવે છે. તેથી, નવેમ્બરની પૂનમને બીવર મૂન કહેવાય છે.

કોલ્ડ મૂન (Cold Moon) : વર્ષ 2021ની અંતિમ પૂનમ 19 ડિસેમ્બરના દિવસે આવશે. ડિસેમ્બર માસમાં ઠંડીનું પ્રમાણ વધારે છે. તેથી, આ મહિનાની પૂનમને કોલ્ડ મૂન તરીકે ઓળખવામાં આવે છે.

- text