મોરબી ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા મતદાર જાગૃતિ 

- text


તમામ તબીબો દ્વારા કેસ પેપરમાં મતદાર જાગૃતિ અંગેના સ્ટેમ્પ લગાવવાનું શરૂ 

મોરબી : આગામી તા.7 મેના રોજ ગુજરાતભરમાં 26 લોકસભા બેઠક પર મતદાન યોજાનાર છે. મતદાનને લઈને તંત્ર દ્વારા વધુ મતદાન થાય તે માટે લોકજાગૃતિના પ્રયાસો કરાઈ રહ્યા છે. જેમાં IMA એટલે કે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબીએ પણ સહભાગી થઈને હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના કેસમાં સ્ટેમ્પ મારીને મતદાન કરવા અપીલ કરાઈ રહી છે.

- text

મોરબી ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલ મોરબીની તમામ હોસ્પિટલમાં આવતા દર્દીઓના કેસમાં રાષ્ટ્રીય હિત માટે અચુક મતદાન કરશો અને કરાવશો તેવા લખાણનો સ્ટેમ્પ મારીને મતદાન જાગૃતિ માટેનું કાર્ય કરવામાં આવી રહ્યું હોવાનું ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા જણાવાયું હતું.

- text