મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બહેનોને સિલાઈ મશીન અપાયા

- text


મોરબી : મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત હોય તેવા પરિવારની બહેનોને આર્થિક રીતે પગભર કરવાના હેતું સાથે સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા.

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આજે રાજેશભાઈ હરિભાઈ આદ્રોજાના નિવાસસ્થાને લાભાર્થી બહેનોને રૂબરૂ બોલાવીને સ્વ. કાન્તાબેન હરિભાઈ આદ્રોજાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા. આ સેવાકીય પ્રોજેક્ટમાં ગંગા સ્વરૂપ સહિય સમિતિના ચેરમેન દેવકરણભાઈ આદ્રોજા, આ સમિતિના સભ્યો ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, બાલુભાઈ કડીવાર, શારદાબેન આદ્રોજા, કાજલબેન આદ્રોજા, સામાજિક કાર્યકર અલ્પાબેન કક્કડ અને બહેનોની હાજરીમાં આ સિલાઈ મશીન બહેનોને આપવામાં આવ્યા હતા. દેવકરણભાઈ આદ્રોજાએ લાભાર્થી બહેનોને જણાવ્યું હતું કે, સિલાઈ મશીન શિખ્યા બાદ સિલાઈ કેન્દ્ર ચલાવવા માંગતા બહેનોને વધુ મશીનો પણ આપવામાં આવશે. આ તકે ત્રિભોવનભાઈ ફુલતરીયાએ પણ આ સમિતિ દ્વારા ચાલતા સિલાઈ કેન્દ્રો વિશેની માહિતી આપી હતી. બાલુભાઈ કડીવારે હાજર રહેલા લાભાર્થી બહેનો અને હાજર વડીલ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text