MCX વિક્લી રિપોર્ટ : બુલડેક્સ ફ્યુચર્સમાં 679 પોઈન્ટ અને મેટલડેક્સમાં 454 પોઈન્ટની મૂવમેન્ટ

- text


સપ્તાહ દરમિયાન કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા : શુક્રવારે સીપીઓમાં રૂ.૭૯૬ કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું

સોનાના વાયદાના ભાવમાં રૂ.૧,૪૭૫ અને ચાંદીમાં રૂ.૧,૬૩૭નો સાપ્તાહિક ધોરણે ઘટાડો

બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ : ક્રૂડ તેલમાં ઉછાળો : કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ

મુંબઈ : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૨૦થી ૨૬ ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવ તૂટ્યા હતા, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસમાં ઉછાળો હતો. કૃષિ કોમોડિટીઝમાં સપ્તાહ દરમિયાન, સીપીઓમાં રૂ.૭૯૬.૯૩ કરોડનાં ૯,૦૪૨ લોટ્સનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું હતું. કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો, જ્યારે કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા.

દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો ડિસેમ્બર વાયદો ૧૫,૩૭૨ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૫૪૯ અને નીચામાં ૧૪,૮૭૦ના સ્તરને સ્પર્શી સપ્તાહ દરમિયાન ૬૭૯ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૪૧૮ પોઈન્ટ (૨.૭૨ ટકા) ઘટી ૧૪,૯૨૯ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૩,૧૦૫ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૩,૫૫૯ અને નીચામાં ૧૩,૧૦૫ બોલાઈ, સપ્તાહ દરમિયાન ૪૫૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૨૩૬ પોઈન્ટ (૧.૮૧ ટકા) વધીને ૧૩,૩૦૨ના સ્તરે બંધ થયો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૦૪૧ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૦,૪૩૫ અને નીચામાં રૂ.૪૮,૩૯૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૧,૪૭૫ (૨.૯૫ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૪૮,૫૧૭ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો ડિસેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૦,૪૪૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૨૧૬ (૩.૦૧ ટકા)ના ઘટાડા સાથે રૂ.૩૯,૧૪૨ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ડિસેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૦૭૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૬૦ (૩.૧૬ ટકા) ઘટી બંધમાં રૂ.૪,૯૦૭ના ભાવ થયા હતા. સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૧૦૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૦,૪૯૧ અને નીચામાં રૂ.૪૮,૪૮૬ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૧,૪૬૬ (૨.૯૩ ટકા) ઘટી બંધમાં રૂ.૪૮,૫૯૭ના ભાવ થયા હતા.

- text

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૧,૬૧૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૨,૭૫૦ અને નીચામાં રૂ.૫૮,૮૨૭ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૬૩૭ (૨.૬૬ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૫૯,૮૭૩ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૧,૯૫૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૬૬૩ (૨.૭૦ ટકા)ના ઘટાડા સાથે રૂ.૫૯,૮૬૪ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૧,૫૫૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૫૬૯ (૨.૫૫ ટકા) ઘટી બંધમાં રૂ.૫૯,૯૫૦ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૫૪૭.૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૪.૫૦ (૪.૪૯ ટકા) વધી રૂ.૫૬૯.૮૫ બંધ થયો હતો, જ્યારે નિકલનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧,૧૯૧.૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૩.૩૦ (૨.૮૦ ટકા) વધી બંધમાં રૂ.૧,૨૨૧.૭૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૬૩.૫૦ ખૂલી, સપ્તાહના અંતે ૪૦ પૈસા (૦.૨૪ ટકા) ઘટી રૂ.૧૬૨.૯૫ના સ્તરે રહ્યો હતો. સીસું ડિસેમ્બર વાયદો રૂ.૧૫૬.૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૧૫ (૧.૩૭ ટકા) વધી રૂ.૧૫૮.૭૫ અને જસતનો ડિસેમ્બર વાયદો રૂ.૨૧૯.૨૦ ખૂલી, સપ્તાહના અંતે ૬૦ પૈસા (૦.૨૭ ટકા) ઘટી રૂ.૨૧૭.૬૦ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૧૨૯ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૪૧૫ અને નીચામાં રૂ.૩,૦૯૭ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૨૩૧ (૭.૪૭ ટકા)ના ઉછાળા સાથે બંધમાં રૂ.૩,૩૨૪ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૨૦૪.૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૧.૬૦ (૫.૬૬ ટકા) વધી રૂ.૨૧૬.૭૦ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૧૯૮.૫૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૨૨૦ અને નીચામાં રૂ.૧,૧૭૯ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૩.૫૦ (૦.૨૯ ટકા) ઘટી રૂ.૧,૧૯૨.૫૦ના સ્તરે બંધ થયો હતો.

રૂ (કોટન)નો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૦,૨૫૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૦,૬૭૦ સુધી અને નીચામાં રૂ.૧૯,૯૦૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૩૬૦ (૧.૭૮ ટકા)ના ઘટાડા સાથે રૂ.૧૯,૯૨૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ડિસેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૯૩૪.૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫૯.૮૦ (૬.૪૫ ટકા)ના ભાવઘટાડા રૂ.૮૬૬.૯૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે મેન્થા તેલનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૫૦.૧૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૮૦ (૦.૨૯ ટકા) ઘટી રૂ.૯૫૨.૨૦ના ભાવે બંધ થયો હતો.

- text