મોરબીના પ્રકાશ વરમોરાએ સાણંદ ફાયર સ્ટેશનના ઈ-ખાતમુહૂર્ત પ્રસંગે આપ્યું મહત્વ્યનું પ્રવચન

મોરબી : મોરબીના વરમોરા ગ્રુપના પ્રકાશભાઈ વરમોરા દ્વારા સાણંદ ફાયર સ્ટેશનનું ઓનલાઈન ખાતમુહૂર્ત કરાયું હતું. આ કાર્યક્રમમાં તેઓએ પ્રાસંગિક સંબોધન પણ આપ્યું હતું.

તાજેતરમાં સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં મોરબીના વરમોરા ગ્રુપના અને ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ પ્રકાશ વરમોરાના હસ્તે સાણંદ ફાયર સ્ટેશનનું ઓનલાઈન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુર્હુત ઉપરાંત સાણંદમાં આવેલ ઇન્ડસ્ટ્રીની ડિક્શનરી અને LED લાઈટના વર્ક ઓર્ડર આપવાનો ત્રિવેણી કાર્યક્રમ સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ અજિતભાઈ શાહના નેજા હેઠળ સંપન્ન થયો હતો. તે સમયે પ્રકાશભાઈ વરમોરાએ ઉદ્યોગકારોને પ્રેરણા અને દિશા આપતું ઉદબોધન આપ્યું હતું.


મોરબી અપડેટ પરીવાર દેશ અને દુનિયામાં રહેતા મોરબીવાસીઓ સહીત તમામ લોકોને દિવાળી અને નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…

https://t.me/morbiupdate