મોરબી : લોડરની હડફેટે આવતા મહિલાનું મોત

મોરબી : મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામ પાસે કારખાનામાં લોડરની હડફેટે આવી જતા મહિલાનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 15ના રોજ નવા જાંબુડીયા ગામ પાસે રીધમ મિનરલના સેડમાં લોડર નં. GJ-36-S-0136ના ચાલકે લોડર ચલાવતી વખતે ફરીયાદી જશવંતભાઈ પાંગલીયાભાઈ ડાવરના માતાને હડફેટે લીધા હતા. લોડરના બકેટથી ફરીયાદીના માતાને જમણા હાથમાં કોણી પાસે તથા જમણા પડખામાં ગંભીર ઇજા પહોંચી હતી. અને તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવમાં પોલીસે લોડરચાલક સામે ગુનો નોંધી તેને પકડવા તજવીજ હાથ ધરી છે.