મોરબીમાં ગૌવંશના પગમાં ખીલા ઠોકી દઈ મોઢે પાંજરું લગાવી દીધું, અસામાજિક તત્વો સામે રોષ

- text


મોરબી : મોરબીમાં ગૌવંશના પગમાં ખીલા ઠોકી દઈ મોઢે પાંજરું લગાવી દીધું હોવાનું વિકૃત કૃત્યનો બનાવ નવાવર્ષના દિવસે જ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આવા કૃત્યો કરતા અસામાજિક તત્વો સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. તેમજ આ બાબત ધ્યાને આવતા ગૌપ્રેમીઓએ ભોગ બનનાર ગૌવંશને સારવાર માટે યદુનંદન ગૌશાળાએ પહોંચાડી જીવતદાન આપ્યું છે.

હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. નવા વર્ષના દિવસે ગાયની પૂજા કરી ભગવાનને અન્નકૂટ ધરવામાં આવે છે. ત્યારે ગૌપૂજાને બદલે ગૌવંશને પીડાદાયક કૃત્ય સામે આવ્યું છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં અજાણ્યા શખ્સે એક ગૌવંશના પગમાં ખીલા ઠોકી દીધા હતા. તેમજ ગૌવંશના મોઢે પાંજરું લગાવી પાંજરાને લોક લગાવી દીધું હતું. આથી, અબોલ જીવ એવું ગૌવંશ ઘાયલ અને પીડા સાથે જોવા મળ્યું હતું.

આ ઘટના અંગે પંચાસર ગામના દીપકસિંહ ઝાલાને ધ્યાનમાં આવતા તેમણે મોરબીમાં આવેલ યદુનંદન ગૌશાળાને આ બનાવ અંગે જાણ કરી હતી. ત્યારબાદ યદુનંદન ગૌશાળાના કાર્યકરો તે સ્થળે પહોંચ્યા હતા. અને પાંજરું તોડી નાખ્યું હતું. તેમજ ગૌવંશને સારવાર માટે તાત્કાલિક પશુ દવાખાને લઇ ગયા હતા. આ બનાવ પ્રકાશમાં આવતા જીવદયાપ્રેમીઓમાં આક્રોશની લાગણી ફેલાય ગઈ છે. મોરબીમાં અવારનવાર પશુઓને હેરાન કરવાના બનાવો બને છે. જેને અટકાવવા આવા અસામાજિક તત્વો સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

- text



વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…

https://t.me/morbiupdate

- text