ટીકીટ ટીકીટ ! ડેમુ ટ્રેન આવી પણ ટિકિટ બારી ન ખુલી !!

- text


રાજકોટ રેલવે દ્વારા બેદરકાર બુકીંગ કલાર્કની તાત્કાલિક અસરથી બદલી કરાઈ

મોરબી : મોરબી – વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં દરરોજ સેંકડો લોકો મુસાફરી કરે છે ત્યારે શુક્રવારે વહેલી સવારે 6 વાગ્યે મોરબીના નજરબાગ રેલવે સ્ટેશને સ્ટેશન માસ્તરે સ્ટેશને ટિકિટ ક્લાર્ક સમયસર ન આવતા અનેક લોકોમાં દેકારો બોલી ગયો હતો. જો કે આ સમયે ડેમુ ટ્રેન આવી જતા ગાર્ડે તમામ મુસાફરોને ટ્રેનમાં બેસાડ્યા હતા.

સામાન્ય રીતે કોઈપણ રેલવે સ્ટેશને ટ્રેનના આગમન પૂર્વે ટીકીટ બારી ખુલી જતી હોય છે અને મુસાફરોને ટીકીટ આપવામાં આવતી હોય છે. પરંતુ શુક્રવારે વહેલી સવારે 6 વાગ્યે ડેમુ ટ્રેન નજરબાગ રેલવે સ્ટેશને આવી જવા છતાં નજરબાગ રેલવે સ્ટેશનના સ્ટેશનના બુકીંગ ક્લાર્ક સમયસર સ્ટેશને ન આવતાની સાથે ટિકિટ બારી જ ન ખુલતા 45 જેટલા મુસાફરો રઝળી પડયા હતા. જો કે, બાદમાં ડેમુના ગાર્ડ આવી જતા તમામ મુસાફરોને ડેમુમાં બેસાડવાની વ્યવસ્થા કરી હતી.

બીજી તરફ મોરબીના નજરબાગ રેલવે સ્ટેશને બુકીંગ ક્લાર્ક સમયસર ન આવવાથી ટિકિટ બારી પણ સમયસર ન ખુલતા 45 મુસાફરોને હાલાકી પડી હોવાનું રાજકોટ રેલવે વિભાગના ધ્યાનમાં આવતા રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સંજય નામના ટિકિટ કલાર્કની તાકીદની અસરથી બદલી કરી નાખી હોવાનું જાણવા મળે છે.

- text

- text