મોરબીના ખાખરાળા આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ ઉજવાયો

- text


મોરબી : ગઈકાલે તારીખ 25 એપ્રિલના રોજ મોરબીના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ જનજાગૃતિ અંગેના કાર્યક્રમો યોજી વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. એસ. એચ.જીવાણીની સુચના મુજબ મ.પ.હે.સુ- ખાખરાળાના એસ. એમ. જાવિયાના માર્ગદર્શનમાં ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા સેજાના ગામો જેમાં ખાખરાળા, જેપુર, લુટાવદર, પીપળીયા, માનસર, વનાળીયા વગેરે ગામમાં વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે શાળાઓમાં ગપ્પી ફીશ તેમજ મેલરીયા-ડેન્ગ્યુના મચ્છરના પોરા નિદર્શન પીપળીયા તેમજ લુટાવદર વગેરે શાળામાં બતાવવામાં આવ્યું હતું, તેમજ ગામમા પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગામમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. મચ્છરના પોરા માછલીઓ કઈ રીતે ખોરાકમાં લે છે તે શાળાના બાળકોને બતાવવામાં આવ્યું હતું. તેમજ બંધીયાર જગ્યામાં ગપ્પી ફીશ મૂકવામા આવતા મચ્છરના ઈંડા તે માછલી દ્વારા ખોરાક તરીકે લેતી હોવાથી મચ્છરનો ઉપદ્રવ ઘટાડી અને મેલરીયા, ડેન્ગ્યુ જેવા રોગો થતા અટકાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ સાથે દરેક ગામમાં પાણીમાં કલોરીનેશન ચેક કરવાની કામગીરી તેમજ પાણીજન્ય રોગચાળો અને મચ્છર જન્ય રોગચાળા વિશે લોકોને માહિતગાર કરવામા આવ્યા હતા.

- text

- text