મોટી વાવડી ગામના ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લીધો નિર્ણય

- text


મોરબી : મોરબી તાલુકાના મોટી વાવડી ગામે ગઈકાલે 25 એપ્રિલના રોજ ક્ષત્રિય સમાજની એક અગત્યની મિટીંગ મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લીધો હતો.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે અને ભાજપની સામે જે ઉમેદવાર હોય તેને મત આપવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે 25 એપ્રિલે મોરબીના મોટી વાવડી ગામે ક્ષત્રિય સમાજની મિટીંગ મળી હતી. આ મિટીંગમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વડીલો અને આગેવાનો સાથે વાતચીત કરી ભાજપના વિરોધમાં મતદાન કરવાનો નિર્ણય લેવાયો હતો. ક્ષત્રિય સમાજે જણાવ્યું હતું કે, ગામના આઢારેય વરણના લોકો ક્ષત્રિય સમાજના આ નિર્ણય સાથે છે.

- text

- text