મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કેન્સર જાગૃતિ અર્થે ઘરેબેઠા શોર્ટ વિડીઓ સ્પર્ધાનું આયોજન

મોરબી : મોરબીમાં લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘રાષ્ટ્રિય કેન્સર જાગૃતિ દિવસ’ એટલે ‘કેન્સર પર વિજયનો સંકલ્પ’ નાં અનુસંધાને “ઘરે બેઠાં” પ્રશ્નોત્તરી સ્પર્ધામાં કવીઝ શોર્ટ વિડીયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

‘ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર ) ગાંધીનગર’ દ્વારાં માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર (ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ) મોરબી દ્વારા 7 નવેમ્બર એટલે રાષ્ટ્રિય કેન્સર જાગૃતિ દિવસ એટલે ‘કેન્સર પર વિજયનો સંકલ્પ’ નાં અનુસંધાને યોજેલ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં શોર્ટકટ વિડીયો ફિલ્મ દ્વારા કેટેગરી મુજબ પ્રશ્નોતરીનાં જવાબ મોકવાના રહેશે. આ પ્રશ્નોનાં યોગ્ય ઉત્તરનો શોર્ટ વિડીયો ફિલ્મ બનાવી “ઘરે બેઠાં” તા. 7 /11/ 2020 રાતે 9 વાગ્યા સુધીમાં ગમે તે એક વૉટસએપ નંબર પર મોકલી આપવાના રહેશે. (એલ.એમ.ભટ્ટ 9824912230 / 8780127202, દિપેન ભટ્ટ 9727986386)

કેટેગરી :- 1 ધોરણ :- K.G, 1 & 2
પ્રશ્ન : આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવાં માટે શું શું ઉપાય કરવાં જોઈએ..?
કેટેગરી :- 2 ધોરણ :- 3, 4 & 5
પ્રશ્ન :- રાષ્ટ્રિય કેન્સર જાગૃતિ એટલે શું ? તે ક્યાં કારણ થી ઉજવાય છે.
કેટેગરી :- 3 ધોરણ:- 6, 7 & 8
પ્રશ્ન:- કેંન્સર એટલે શું ? રાષ્ટ્રિય કેન્સર નિયંત્રણ કાર્યક્રમ નાં ઉદેશો જણાવો .
કેટેગરી :- 4 ધોરણ :-9 થી 12
પ્રશ્ન :- કેન્સર નાં લક્ષણો જણાવો. કેન્સર થવાં નાં કારણો અને તેનાં થી બચવા નાં ઉપાય જણાવો
કેટેગરી :-5 /શિક્ષકમિત્રો , તજજ્ઞો , કૉલેજ નાં વિધાર્થીઓ તથા વાલીશ્રીઓ..
પ્રશ્ન :- કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે વર્તમાન સમય માં કેન્સર એટલે કેન્સલ એવું જરા પણ ન માનવું સમજાવો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate