જેપુર ગામમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકાના જેપુર ગામમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા છે. આ 3 શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 29ના રોજ મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં મોરબી-નવલખી રોડ પર બહુચર ફાર્મની બાજુમાં જાહેરમાં જુગાર રમતા કલ્પેશભાઇ ગણેશભાઇ મારવાણીયા, માત્રાભાઇ ચોથાભાઇ બતાળા તથા પ્રવિણભાઇ પ્રેમજીભાઇ વસીયાણીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 21,650 જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓની અટકાયત કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text