વાંકાનેર : આશિકાને રસૂલ ગ્રુપ દ્વારા મહમદ પયગંબર સાહેબના જન્મદિવસની શાનદાર ઉજવણી

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે આશિકાને રસુલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહમદ પયગંબર સાહેબના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવેલ છે. આજે સવારે ફજરની નમાજ બાદ કેક કટીંગ કરી અને મસ્જિદ પાસે દરેક ભાઈઓ અને બહેનોને કેકનું વિતરણ કર્યું હતું અને સાથે સાથે કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

વાંકાનેરના વૃધ્ધાઆશ્રમ ખાતે બપોરનું ભોજન આશિકાને રસૂલ ગ્રુપ તરફથી આપવામાં આવેલ છે. તેમજ વાંકાનેરમાં ચાલતા ભુખ્યાને ભોજન ગ્રુપમાં આશિકાને રસૂલ ગ્રુપ તરફથી સાંજનું ભોજન આપેલ છે. આશિકાને રસૂલ ગ્રુપના મેમ્બર શીરાકમુદીન એમ. શેરસીયા (એડવોકેટ), ઇસ્માઇલ પિંડાર (જેવી), રહીમ દેકાવાડીયા, સુલતાન દેકાવાડીયા, બશીર બાદી, તથા દાતાઓ અશરફ શેરસીયા (મુસ્કાન રોડલાઈન્સ), તાહિર શેરસીયા, સાહિદ ગઢવાળા દ્વારા અનોખી ઉજવણી કરી મુસ્લિમ-હિન્દૂ ભાઈ ચારાની લાગણીનો અનોખો સંદેશ આપ્યો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate