ભૂલ મે કરી છે, મોદી સામે આક્રોશ અંગે ક્ષત્રિય સમાજ પુનર્વિચાર કરે : રૂપાલા

- text


જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી નમ્ર વિનંતી  

મોરબી : પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે ક્ષત્રિય સમાજે ભાજપ પક્ષ સામે જ લડત ચાલુ કરી હોય તેવો ઘાટ સર્જાયો છે. તેમાંય વડાપ્રધાન મોદીની સભા સામે પણ ક્ષત્રિય સમાજે અંદરખાને વિરોધ નોંધાવવાનું શરૂ કરતાં પરસોત્તમ રૂપાલાએ ફરી એક વખત માફી માગીને મોદી સામે વિરોધ અંગે ક્ષત્રિય સમાજને પુનર્વિચાર કરવા અપીલ કરી છે.

જસદણમાં આજે ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સભા સંબોધતા પરસોતમ રૂપાલાએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનોને ફરી જાહેરમાં એક વિનંતી કરૂ છું. કે ભુલ કરી હતી. તે મેં કરી હતી. મારો એવો કોઈ ઈરાદો ન હતો. સમાજની સામે જઈને મેં માફી માંગી હતી. ક્ષત્રિય સમાજે મને તેનો પ્રતિસાદ પણ આપ્યો હતો. પણ મોદીની સામે શા માટે ? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરમાં તમારૂ મોટું યોગદાન છે. પાર્ટીના વિકાસમાં તમારું મોટું યોગદાન છે.

- text

તેઓએ ઉમેર્યું કે 18 કલાક ભારત સિવાયની કોઈ વાત વિચારતા ન હોય, દેશ સિવાય કોઈ વિષય સાથે જેનો નાતો ન હોય, 140 કરોડ લોકોને પોતાના પરિવાર તરીકે સંબોધન કરતા હોય તેવા વડાપ્રધાન મોદીની વિકાસ યાત્રાના સારથી તરીકે હું કેટલાય ક્ષત્રિયોના નામ લઈ શકું. મારી ભૂલ હું સ્વીકારું છું. પણ મોદીની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરવો મને યોગ્ય નથી લાગતું.

ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે મોદી સામેના આક્રોશ અંગે પુનર્વિચાર કરો. સમાજના અગ્રણીઓને વિનંતી છે કે સમાજ સાથે સમજણનો નવો સેતુ બંધવાનો પ્રયાસ કરો.

- text