હળવદના સુખપર પાટીયા નજીક ઈકો કાર પલટી : છ ઈજાગ્રસ્ત

- text


હાજીપીરથી સુરેન્દ્રનગર પરત જતા પરિવારને હળવદ નજીક નડ્યો અકસ્માત

હળવદ : શુક્રવારે મોડી સાંજે હળવદ હાઇવે ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે ઈકો કાર ડિવાઇડર પર ચડી જતા પલટી ખાઈ ગઈ હતી જેથી કારમાં સવાર છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.તમામ ઇજાગ્રસ્તોને 108ની મદદથી હળવદ સહકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી બે ની હાલત વધુ ગંભીર હોય જેઓને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છના હાજીપીર ખાતે દર્શન કરી પરત સુરેન્દ્રનગર જઈ રહેલ ઇલિયાસ ભાઈ જામ, અલ્તાફભાઈ જામ, સોહીલભાઈ જામ, સીદિકભાઈ કટિયા સદામભાઈ અને સલીમભાઈ હળવદ પાસે આવેલ સુખપર ગામના પાટીયા પાસે પહોંચતા તેઓની ઇકો કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

- text

આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર સાતમાંથી ઉપરોક્ત છ એ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા 108 ની મદદથી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ઇલ્યાસભાઈ જામ અને અલ્તાફભાઈ જામને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

- text