ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ‘કેશુબાપા’ને શબ્દાંજલી અર્પતા જ્યંતીલાલ પટેલ

મોરબી : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ સાંસદ તથા ખેડૂતના હામી અને એક સમયે ટંકારાનું નેતૃત્વ કરી ચૂકેલા સર્વ સમાજના સ્વીકૃત નેતા કેશુભાઈ પટેલનું ગુરુવારે ટૂંકી સારવાર દરમ્યાન અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે અવસાન થયું હતું. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા મોરબી-માળીયા વિધાનસભા બેઠકની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં શોક વ્યાપી ગયો હતો.

મોરબી-માળીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ જેરાજભાઈ પટેલે આ સમાચાર મળતા જ ઊંડા દુઃખની લાગણી અનુભવતા પોતાના શોક સંદેશમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગોકુળીયા ગામ અને કુંવરબાઈનું મામેરું સહિતની યોજનાઓના પ્રણેતા તેમજ ખેડૂતના હામી એવા કેશુબાપાના નિધનના સમાચારથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેઓના પરિજનોનો આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે. આમ જણાવી જ્યંતીલાલ પટેલે કેશુભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate