આજીવન કેદની સજા પામેલ પાકા કામનો ફરાર કેદી મોરબીથી પકડાયો

મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ આજીવન કેદની સજા પામેલ પાકા કામના કેદીને પકડી પાડવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરારી આરોપીઓને આગામી વિધાનસભા પેટા ચુંટણી અનુસંધાને પકડી પાડવા અંગેની ડ્રાઇવનું આયોજન કરેલ છે. જે અનુસંધાને પોલીસ અધિક્ષક મોરબી એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આજે તા. 29ના રોજ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગી રાહે મળેલ હકીકત આધારે રાજકોટની મધ્યસ્થ જેલમાં પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ આજીવન કેદની સજા પામેલ પાકા કામનો કેદી સંજયસિંહ નટુભા ઝાલા (ઉ.વ. 43, રહે. હાલ મોરબી બાયપાસ રોડ, મુળ ગામ કોઠારીયા, તા. વાંકાનેર)ને પકડી પાડેલ છે.

મોરબી જિલ્લાના મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કેદીની સંજયસિંહ નટુભા ઝાલાને કોર્ટે તા. 28/02/2005ના રોજ આજીવન કેદની સજા ફરમાવતા આરોપીને રાજકોટ મધ્ય જેલ ખાતે સજા ભોગવવા માટે મોકલી આપેલ હતો. આ દરમ્યાન પાકા કામના કેદીને પેરોલ રજા ઉપરથી તા. 10/04/2020ના રોજ મુકત કરેલ અને કેદીને પેરોલ રજા ઉપરથી તા. 10/07/2020ના રોજ જેલમાં હાજર થવાનું હતું પરંતુ કેદી હાજર નહી થતા ફરાર થઇ ગયેલ હતો. આ કેદી હાલમાં પોતાના ઘરે હોવાની પોલીસ કર્મચારીને ખાનગી રાહે હકિકત મળતા પેરોલ ફર્લો ટીમને તાત્કાલિક મોકલી હતી. અને કેદી સંજયસિંહ નટુભા ઝાલાને પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવા તજવીજ કરેલ છે.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate