મોરબીના સાર્થક વિદ્યામંદિર દ્વારા RTE હેઠળના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મીટિંગ યોજાઈ

મોરબી : દર વર્ષે સરકાર તરફથી RTE (રાઈટ ટુ એજ્યુકેશન) અંતર્ગત દરેક ખાનગી શાળામાં ધો.1ના વિદ્યાર્થીઓ ફાળવવામાં આવે છે. RTE દ્વારા ફાળવાયેલ વિદ્યાર્થીઓના વાલીઓ શાળાને સારી રીતે સમજી શકે, બાળકની શાળા જોઈ શકે તેમજ અન્ય બાળકોની જેમ જ RTEના બાળકો પણ શાળામાં ભળી જાય તે માટે સાર્થક વિદ્યામંદિર દ્વારા દર વર્ષે પરિચય-સ્વાગત બેઠક ગોઠવવામાં આવે છે.

આ વર્ષે પણ RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના વાલી માટે આવી મિટિંગનું આયોજન થયું હતું. જેમાં મોરબી TPEO દિનેશભાઇ ગરચર ઉપસ્થિત રહ્યા હતા. અને વાલીઓને માર્ગદર્શીત કર્યા હતા. ત્યારબાદ મુખ્ય વક્તવ્યમાં શાળાના સંચાલક કિશોરભાઈ શુકલએ વાલીઓને શાળાની વિવિધ માહિતી, પદ્ધતિ, વિશેષ બાબતોથી માહિતગાર કર્યા હતા. આ મીટિંગમાં કોરોના અંતર્ગત તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. વાલીઓએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. અને પરિચય-સ્વાગત બેઠક સાચા અર્થમાં સાર્થક બની હતી. તેમજ RTE વિભાગે પણ આ પહેલને આવકારી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate