ઉનાળો-શિયાળો મહેનત અગરીયાઓને કરવાની અને મલાઈ તારવવી DCWને..??

- text


૩૩૦માં વહેચાતું મીઠું DCW ને ૧૪૫ માં ખરીદવું છે : વ્યથા વર્ણવતા અગરિયાઓ
હળવદ-ધાંગધ્રાના અગરિયા પરિવારોએ મુખ્યમંત્રીને સંબોધીને હળવદ અને ધાંગધ્રા મામલતદારને આપ્યું આવેદન

હળવદ : ઉનાળો-શિયાળો જોયા વગર કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયા પરિવારોને માંડ માંડ ઓણસાલ મીઠાનો યોગ્ય ભાવ મળી રહ્યો છે તેવા સમયે ધાંગધ્રા ખાતે આવેલ dcw કંપનીના અધિકારીઓ અગરિયાઓને ધમકાવી રહ્યા હોવાની રાવ છે. તમે જે જગ્યા ઉપર મીઠું પકવો છો તે જગ્યા અમારી છે એટલે અહીંથી ઉત્પાદન થતું મીઠું અમોને વેચવું પડશે તેવું કંપનીએ કહ્યું હોવાનું અગરિયાઓ જણાવી રહ્યા છે. હાલ બજાર ભાવ જે છે તેના કરતાં ૫૦ ટકા ભાવ નીચો રાખી મીઠું અગરિયાઓ પાસે ખરીદવામાં આવનાર હોય જેને લઇ અગરિયા પરિવારોમાં ભારે નિરાશા જોવા મળી રહી હોવાનું અગરિયાઓએ જણાવ્યું છે. અને આ બાબતે થતી કનડગતને લઇ યોગ્ય કરવા હળવદ-ધાંગધ્રા અગરિયા પરિવારોએ મુખ્યમંત્રીને સંબોધીને હળવદ અને ધ્રાંગધ્રા ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું

હળવદ-ધાંગધ્રાને અડીને આવેલ કચ્છના નાના રણમાં અગરિયા પરિવારો પાછલા ઘણા વર્ષોથી મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઉનાળામાં આકરા તાપમાં અને શિયાળામાં ઝીરો ડિગ્રી ઠંડી વચ્ચે ટાઢ તડકો વેઠીને મીઠાનું ઉત્પાદન કરતા અગરિયા પરિવારોને આ વર્ષે મીઠાનો ભાવ ૩૩૦થી ૩૫૦ સુધીનો પ્રતિ ટને મળતા અગરિયા પરિવારો ને થોડી રાહત થઇ હતી પરંતુ ધાંગધ્રા ખાતે આવેલ dcw ના અધિકારીઓ દ્વારા અગરિયાઓ એ જે ઉત્પાદન કરેલ મીઠું છે તેનો ભાવ માત્ર ૧૪૫ આપવાનું કઈ મીઠું તેમને જ વેચવાનું દબાણ કરવામાં આવતું હોવાનું જણાવી અગરિયા પરિવારોએ હળવદ ધાંગધ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવી dcw દ્વારા થતી કનડગત બાબતે રજૂઆત કરી છે.

અગરિયા પરિવાર દ્વારા રજૂઆત કરેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે કચ્છના નાના રણમાં મીઠું પકવીએ છીએ તે જગ્યા કોઈની માલિકીની નથી વર્ષ ૧૯૯૫ પછી સરકાર દ્વારા કોઈને ભાડા પેટે કે લીઝ ઉપર રણની જમીન આપવામાં આવેલ નથી તેમ છતાં પણ ધાંગધ્રા ખાતે આવેલ dcw ના અધિકારીઓ દ્વારા અવારનવાર અગરિયાઓને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે અને ખોટી ફરિયાદ કરવાની ધમકીઓ આપવામાં આવે છે dcw ના અધિકારીઓ દ્વારા ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને મુખ્યમંત્રી દ્વારા અમારી રજૂઆતને ધ્યાને લઇ મીઠાનો યોગ્ય ભાવ કરવામાં આવ્યો છે તે dcw ને જોઈ શકાતું નથી.

- text

જેથી, અવારનવાર અગરિયાઓને કહેવામાં આવે છે કે તમે રણમાં પાટા ન કરો અને જો રણમાં મીઠું પકવવું હોય તો તેમા ઉત્પાદન થતું તમામ મીઠું અમનેજ આપવું પડશે અને એ પણ અમે જે ભાવ નક્કી કરી તે જ ભાવે હાલ ૩૩૦ થી ૩૫૦ પ્રતિ ટન મીઠું વેચાઈ રહ્યું છે તેવા સમયે dcw તે મીઠું પકવતા અગરીયાઓ પાસેથી માત્ર પ્રતી ટન ૧૪૫ માં જ ખરીદી કરવા માંગે છે અને વેચાણ કરવા દબાણ પણ કરવામાં આવે છે જેથી સ્પષ્ટ પણે જણાઇ આવે છે કે dcw અમારું શોષણ કરવા માંગે છે જો dcw ને અમારું મીઠું જોઈતું હોય તો હાલ જે બજારમાં ભાવ ચાલે છે તે ભાવે દેવા અમે તૈયાર છીએ પરંતુ તેઓ માત્ર અમારું શોષણ કરવા જ માંગતા હોય તેમ બજાજ કિંમત કરતા પણ અડધી કિંમતે અમારા મીઠાની માગણી કરી રહ્યા છે જેથી આગામી ૨૦ દિવસમાં dcw તરફથી થતી કનડગત બંધ કરવામાં નહિ આવે તો ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન કરવાની પણ અગરિયા પરિવારોએ ચીમકી ઉચ્ચારી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text