રવાપરમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા અંગે સ્થાનિકોની CMને રજૂઆત

- text


મોરબી : મોરબીના રવાપર ગામમાં આવેલ ગોપાલ એપાર્ટમેન્ટ અને આસોપાલવ પેલેસના વિસ્તારમાં વપરાશનું પાણી / વરસાદી પાણી અને ભુગર્ભ ગટર યોજનાની ચેમ્બરના ઉભરાતા પાણીનો નિકાલ કરવા બાબતે બંને એપાર્ટમેન્ટના રહીશોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી છે.

ગોપાલ એપાર્ટમેન્ટ અને આસોપાલવ પેલેસના વિસ્તાર ગ્રામ પંચાયત રવાપરમાં આવેલ છે. અને આ વિસ્તારમાં સરકારના નિયમાનુસાર ભુગર્ભ ગટર યોજના બનાવવામાં આવેલ છે. અને જે હાલ કાર્યરત પણ છે પરંતુ કોઇ ટેકનીકલ ખામીના કારણોસર બીજા વિસ્તારનું પાણી દબાણપુર્વક આ વિસ્તારમાં એટલે કે બન્ને એપાર્ટમેન્ટની વચ્ચેની ભુગર્ભ ગટરની મેઇન ચેમ્બરમાં ખૂબ જ ગંદુ અને દુર્ગધભર્યું પાણી ઉભરાઇને ઘણા મોટા પ્રમાણમાં બહાર આવે છે અને સવારથી સાંજ સુધી બન્ને ફલેટના રહીશોને ઘરમાંથી બહાર નિકાળવાનો રસ્તો પાણીનો નિકાલ ન હોવાથી સદંતર બંધ થઇ જાય છે. બન્ને ફલેટની આજુબાજુ પોતાની માલીકીનાં પ્લોટ/મકાનો હોય. ત્યારે આ ભરાયેલ ગંદા પાણીના નિકાલની કોઇ જ વ્યવસ્થા નથી. રહીશોએ પ્રાથમીક પ્રયત્નો કરેલ પરંતુ તેનું નિરાકરણ આવ્યું નહતું.

વધુમાં, આ વિસ્તારમાં આશરે એકાદ વર્ષથી ભુગર્ભ ગટ૨ના પાણી ઉભરાઈને ભર્યા રહે છે. જેનો યોગ્ય નિકાલ તાત્કાલીક કરવો જરૂરી છે. છેલ્લા એકાદ વર્ષથી અવાર-નવાર લેખીત તેમજ મૌખીક રજુઆત રવાપર ગ્રામ પંચાયતમાં કરેલ છે. અને તેઓ દ્વારા જણાવેલ છે કે આ કામ માટે જરૂરી રકમ આપો, તો જ કામગીરી કરી આપવામાં આવશે. બાકી કામગીરી કરવામાં આવશે નહીં. આમ એક યા બીજી રીતે ગ્રામ પંચાયત રવાપર દ્વારા આ પ્રશ્નનો કોઇ જ નિરાકરણ કરવામાં આવતું નથી.

- text

રહીશો દ્વારા સરકારના પ્રવર્તમાન નિયમાનુસાર જરૂરી દરેક પ્રકારના ટેક્ષ વેરાઓ સમયસર ભરપાઇ કરવામાં આવે છે છતા પણ આ અમારી પાયાની સુવિધા આપવામાં બીલકુલ ધ્યાન આપવામાં આવતુ નથી અને આ પ્રશ્નમાં કયારેય રસ દાખવેલ નથી. તો જરૂરી હુકમ કરી યોગ્ય કરવા અપીલ કરેલ છે. વિશેષમાં રહીશોના આંગણામાં જમા થતાં ગંદા પાણીમાં રોગજન્ય જંતુઓ ફેલાવાથી રોગચાળો ફાટી નિકળવાની પુરેપુરી શકયતા છે. તેમજ હાલ કોરોનાની મહામારીમાં સ્વાસ્થ્ય જોખમમાં હોય, ત્યારે સતત માંદગીનો ભય રહે છે. તો આ બાબતે યોગ્ય કરવા અપીલ કરવામાં આવી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text