હળવદ : યુવા અગ્રણીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા ફ્રી મેડિકલ કેમ્પમાં 350 દર્દીએ લાભ લીધો 

- text


હળવદ : હળવદના સામાજિક કાર્યકર્તા, ગૌસેવક અને જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપન દવેના જન્મદિવસ નિમિત્તે આયુષ હોસ્પિટલ મોરબીના સહયોગ થી ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો 350 દર્દીઓએ લાભ લીધો હતો. જેમાંથી 25 દર્દીઓના ઓપરેશન આયુષ્માન ભારત યોજના થકી ફ્રીમાં કરી આપવામાં આવશે.

ખાસ 75 વર્ષના વડીલ માટે આ કેમ્પ આશીર્વાદ સાબિત થયો હતો. જેઓ ઘણા સમયથી બીમાર હતાં ત્યારે આ કેમ્પમાં આવતા જરૂરી બ્લડ રિપોર્ટ એક્ષ-રે અને સિટી સ્કેનના આધારે કેન્સર રોગ હોવાનું પ્રાથમિક નિદાન કરવામાં આવ્યું હતું. આ નિદાન થવાથી તેઓની જરૂરી સઘન સારવાર થશે એટલે તેઓને ખૂબ રાહત મળશે. આ કેમ્પમાં દવાઓ , X-Ray , ECG , RBS સહિત સુપર સ્પેસિયાલીસ્ટ ડોક્ટર્સ દ્વારા દર્દીઓનું નિદાન સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં તમામ દર્દીઓ તથા દર્દીઓ ના સગા માટે વડીયાળી ના શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી

આ કેમ્પમાં લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી મહારાજ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતી કવાડિયા , જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડી , બિપીન દવે, જિલ્લા સરકારી વકીલ વિજય જાની, શહેર ભાજપ પ્રમુખ અજય રાવલ, દાદાભાઈ ડાંગર સહિત સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં ડૉ લોકેશ ખંડેલવાલ , ડૉ રાજદીપસિંહ ચૌહાણ, ડૉ રજત પટેલ, ડૉ આર્શ રાઠોડ, ડૉ નિમેષ જૈન, ડૉ દર્શન પરમાર, ડૉ કેયુર પટેલ, ડૉ મિલન શિંગાળા, ડૉ મેહુલ જાદવ, ડૉ આશિષ હડીયલએ રવિવારે રજાના દિવસે પરિવાર સાથે નહિ પણ દર્દી નારાયણની સેવા કરી માનવ સેવા એક પ્રભુ સેવા સૂત્ર ને ચરિતાર્થ કર્યું હતું.

- text

આ કેમ્પને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ , પાટીયા ગ્રુપ , છોટા કાશી હળવદ સેવા ગ્રુપ , ફ્રેન્ડસ્ ગ્રુપ , યુવા ભાજપ ધર્મપ્રેમી સેવા મંડળ, હળવદ એજ્યુકેશન સોસાયટી , સરસ્વતી શિશુ મંદિર અને એચપીએલ ગ્રુપ સહિતની સામાજિક સંસ્થાના સેવાભાવી સ્વયં સેવક મિત્રો જહેમત ઉઠાવી હતી.

- text