Morbi: જુના પુસ્તક એકત્રીકરણ સ્ટોલની આ રાજકીય આગેવાનોએ મુલાકાત લીધી 

- text


મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ માર્કેટ રવાપર ચોકડી, અને મહારાણા પ્રતાપ સર્કલ, સામાં કાંઠે, મોરબી-2 ખાતે શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ સ્ટોલ બનાવી ધો 3 થી 12 ના જુના પુસ્તકો એકત્ર કર્યા હતા.

આ મુહિમને બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થતા સ્વામિનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ પાસેનો અને રાણા પ્રતાપ સર્કલ-મોરબી-2ના બંને સ્ટોલ મોડી સાંજ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સેવાયજ્ઞમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદડીયાએ જુના પુસ્તક એકત્રીકરણ સ્ટોલની મુલાકાત લીધી હતી.

ઉપરાંત ત્રણ સ્ટોલ પર 357 જેટલા જુદા જુદા ધોરણના સેટ દાન રૂપે પ્રાપ્ત થયા હતા. એ પૈકી 128 જેટલા સેટ સ્થળ પરથી જ જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓ જેવા કે સાફ સફાઈ કરતા સેવાકર્મીના સંતાનો, આર્થિક જરૂરિયાત વાળા બાળકોને અર્પણ કરાયા હતા.

- text

- text