કલેક્ટર કે.બી.ઝવેરીએ ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત લીધી

- text


મોરબી: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ‘Know Your Polling Station’ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ 65- મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર અને 66 – ટંકારા મતવિસ્તાર હેઠળના ઘુંટુ મતદાન મથકની મુલાકાત લીધી હતી.

ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં લોકો પોતાના મતદાન મથક વિશે અગાઉથી જાણકારી મેળવી શકે તે માટે ‘Know Your Polling Station’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મોરબી જિલ્લામાં પણ 889 મતદાન મથકો પર ‘Know Your Polling Station’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ મતદાન બુથ પર તડકાને ધ્યાનમાં રાખી મંડપ ઊભું કરવું, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, પોલિંગ સ્ટાફ અને તેમના માટેની વ્યવસ્થાઓ, ઓ.આર.એસ. અને દવાઓ સહિત આરોગ્યની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા બી.એલ.ઓ. સહિત ઉપસ્થિત સ્ટાફને સૂચના આપી હતી.

- text

આ મુલાકાત દરમિયાન કલેક્ટર સાથે ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી તેમજ ચૂંટણી શાખાનો અન્ય સ્ટાફ અને દરેક બુથ પરના બી.એલ.ઓ.ઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text