લુણસરીયા રેલ્વે ફાટક નજીક બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતો એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં લુણસરીયા રેલ્વે ફાટક નજીક બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 20ના રોજ વાંકાનેરમાં લુણસરીયા રેલ્વે ફાટક નજીક સુનિલભાઈ રામાભાઈ છાસીયા (ઉ.વ. ૨૫, ધંધો મજુરી, રહે. હાલ જાંબુડીયા સીમ, સોરોના સેનેટરીવેર કારખાને, તા.જી. મોરબી, મુળ ગામ પારેવાળા, તા. જસદણ, જી. રાજકોટ)ને ગે.કા. ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલ નંગ 12 (કિં.રૂ. 3,600) વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી સુનિલ પાસેથી વિદેશી દારૂનો મુદામાલ તથા બાઈક મળી કુલ મુદામાલ કિ.રૂ. 33,600 જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી સુનિલ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text