મોરબી જીલ્લા 14 રિક્ષાચાલક સહિત 31 વાહન ચાલક વિરુદ્ધ પોલીસે તવાઈ બોલાવી

- text


 

મોરબી : મોરબી શહેર તેમજ જિલ્લાભરમાં સતત ટ્રાફિક જામ અને આડેધડ પાર્કિંગની સમસ્યાઓની વધતી ફરિયાદને પગલે જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શનિવારે જિલ્લામાં વધુ 14 રીક્ષા ચાલક,કાર ચાલક સહિત 31 વાહન ચાલકોને ટ્રાંફિક અડચણ રૂપ બનવા તેમજ આડેધડ વાહન પાર્ક કરવા બદલ પોલીસે આઇપીસી 283 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. મોરબી એડિવિઝન પોલીસ મથકમાં 6 વાહન ચાલક, 4વાહન ચાલક, 3 મોરબી તાલુકા પોલીસ મથકમાં,વાંકાનેર શહેર ગ્રામ્યમાં 7 વાહન ચાલક 6 ટંકારા, સહિતના પોલીસ મથકમાં ટ્રાફિક અડચણ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

- text