મોરબી અને વાંકાનેરમાં બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર ઝડપાયા

- text


 

મોરબી : મોરબી અને વાંકાનેર પોલીસે ગઈકાલે વિદેશી દારૂની બોટલોની હેરાફેરી કરતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે ચારેય આરોપીઓ સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રથમ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના નવા ખારચીયા ગામના બસ સ્ટેન્ડ પાસે GJ-10-CL-4306 નંબરના બાઈક પર વિદેશી દારૂની બોટલો લઈને નીકળેલા આરોપીઓ વિરેન્દ્રસીહ ઉર્ફે લાલભા જામભા જાડેજા (રહે જુના ખારચીયા,મોરબી) ,અરવિંદભાઇ ઉર્ફે ટીનો પરશોતમભાઇ સેરશીયા (રહે. નવા ખારચીયા (ઓમનગર) ને વિદેશી દારૂની બોટલો નંગ-૦૭ કિ.રૂ.૩,૬૪૦ તેમજ બાઈક મળીને કુલ રુ.૨૩,૬૪૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેરના દીધલીયા ચોકડી પાસે એકટીવા સ્કુટર પર વિદેશી દારૂની બોટલો લઈને નીકળેલા આરોપીઓ અરવીંદભાઇ દાદુભાઇ બાટી (રહે. મોરબી વજેપર શેરી નં. -૪) તથા રાજેશભાઇ લાલજીભાઇ મકવાણા (રહે. મોરબી વજેપર શેરી નં. -૪) ને વિદેશી દારૂની બોટલ નંગ -૩૬ કિ.રૂ. ૧૩૫૦૦ તથા સ્કૂટર મળીને કુલ રૂ ૭૩૬૫૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

- text