મોરબીમાં ત્રણ મહિના પહેલા ચોરી થયેલ બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ

- text


 

 

સતત બીજા દિવસે બાઇક ચોરીની ફરિયાદ દાખલ થતા ચોરીનો ભેદ ઉકેલાય તેવી સંભાવના

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા શ્રીજી એસ્ટેટ સ્વામિનારાયણ સોસાયટીમા ઘરની બહાર પાર્ક કરેલ બાઈક 3 મહીના પહેલ અજાણ્યા શખ્સ ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરી ફરિયાદ દાખલ થઈ છે અન્ય એક બાઈક ચોરીના બનાવમાં માળીયા તાલુકાના કુંતાસી ગામમાં રહેતા એક યુવકનું 2 મહિના પહેલામોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ક્રિશ્ના નાસ્તા હાઉસ પાસે બાઈક ચોરી થયું હતું જેની પણ ફરિયાદ દાખલ થઈ છે.જિલ્લામાં વાહન ચૉરીના બનાવ અવાર નવાર થતા રહે છે.હાલ સતત બીજા દિવસે બાઈક ચોરીની ફરિયાદ દાખલ થતાં બાઇક ચોરીના ભેદ ઉકેલાઈ ગયો હોય અને આગામી દિવસોમાં પોલીસ તેનો ખુલાસો કરે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

- text

મોરબી જિલ્લામાં અવાર નવાર જાહેર માર્ગ કે પાર્કિગ પોઇન્ટ પર રાખેલા બાઈક કે અન્ય વાહન ચોરી થઈ રહ્યા છે.જે તે સમયે વાહન ચાલક ફરિયાદ દાખલ કરવા જાય ત્યારે પોલીસ લેખિત અરજી લઈ લે છે પણ ક્રાઈમ રેટ ઓછો બતાવવા તેની એફ.આઈ.આર નોંધ કરવામાં આવતી નથી પણ જ્યારે આવી ચોરીનો ભેદ ઉકેલાય અને બાઈક મળી જાય. ત્યારે ક્રાઈમ ડિટેક્શન બતાવવા એક સાથે ફરિયાદ લેવામાં આવતી હોય છે. આવી જ બે બાઈક ચોરીની પોલીસે એક દિવસમાં ફરિયાદ નોંધી હતી પ્રથમ બનાવમાં મોરબીના શનાળા રોડ પર આવેલા શ્રીજી એસ્ટેટ સ્વામિનારાયણ સોસાયટીમા રહેતા અનિલસિંગ રાજેન્દ્રસિંગ તોમરના નામના પરપ્રાંતીય યુવકની ઘરની બહાર પાર્ક કરેલ જીજે 3 ડી.આર.4190 નંબરનું બાઈક 3 મહીના પહેલા અજાણ્યા શખ્સ ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરી ફરિયાદ દાખલ થઈ છે અન્ય એક બાઈક ચોરીના બનાવમાં માળીયા તાલુકાના કુંતાસી ગામમાં રહેતા સુરેશભાઈ લખમણભાઈ ભંગેરીયા નામના યુવકનું જીજે3 એફ.એન.8065 નમ્બરનું બાઈક ગત 2 ઓગસ્ટના રોજ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ક્રિશ્ના નાસ્તા હાઉસ પાસે બાઈક ચોરી થયું હતું જેની પણ ફરિયાદ દાખલ થઈ છે.જિલ્લામાં વાહન ચૉરીના બનાવ અવાર નવાર થતા રહે છે.હાલ સતત બીજા દિવસે બાઈક ચોરીની ફરિયાદ દાખલ થતાં બાઇક ચોરીના ભેદ ઉકેલાઈ ગયો હોય અને આગામી દિવસોમાં પોલીસ તેનો ખુલાસો કરે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

- text