કાજરડા ગામ નજીક ભોળીવાંઢ વિસ્તારમાં દેશી દારૂનો જથ્થો ભરેલ કાર ઝડપાઈ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના કાજરડા ગામ નજીક ભોળીવાંઢ વિસ્તારમાં દેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ છે. આ બનાવમાં માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 30 સપ્ટેમ્બરના રોજ કાજરડા ગામ તરફ જવાના રસ્તે ભોળીવાંઢ વિસ્તારમા રહેતો સુભાન નુરમહમદભાઇ મિયાણાના રહેણાંક મકાન પાસે દેશી દારૂ ભરેલ કાર રજી નં GJ-07-BB-8599 ઝડપાઈ છે. આ કારમાં ગે.કા. પાસ પરમીટ વગર પ્લાસ્ટીકના બાચકા – 4મા 5 લીટરની ક્ષમતાવાળી પારદર્શક પ્લાની કોથળી નંગ 39મા દેશી દારૂ લી. 195, કિ.રૂ. 3,900 વેચાણ કરવાના ઇરાદે હેરફેર કરવા રાખેલ હતો. પોલીસે કાર અને દેશી દારૂનો જથ્થો સહીત કુલ મુદામાલ રૂ. 1,03,900 કબ્જે કર્યો છે. પોલીસની રેઇડ દરમ્યાન આરોપી સુભાન રહેણાંકે હાજર નહી હોવાથી હાલમાં પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text