ટંકારા પોસ્ટ ઓફિસનું કાયમી સરનામું જ નથી!, તાલુકાની 16 બ્રાન્ચ પણ ભાડાપેટે

- text


છાશવારે થતા સર્વર અને નેટના ધાંધિયાથી ગ્રાહકો પરેશાન, નવી અદ્યતન ઓફીસ બનાવવા ઉઠી લોકમાંગ

ટંકારા : જ્યારે દુનિયામાં ટેકનોલોજીનો ઉદય ન હતો ત્યારે કોઈપણ સંદેશો એક ગામ કે શહેરથી અન્ય ગામ કે શહેર સુધી પહોંચાડવા માટે એક માત્ર પોસ્ટ ઓફિસની સેવા ઉપલબ્ધ હતી. હાલમાં આંગળીના ટેરવે કોઈપણ ક્ષણે બીજી વ્યક્તિ સાથે વાત થઇ શકે છે. ત્યારે આજે પણ ટપાલનો યુગ પુરો થયો નથી. અને કાગળની આપ-લે અને સરકારી નોટિસ સહિતની ટપાલ વ્યવહાર ચાલુ જ છે.

આવા આધુનિક સમયમાં આઝાદી પૂર્વેથી કાર્યરત ટંકારા પોસ્ટ ઓફિસને પોતાનુ કાયમી સરનામું જ નથી. તેમજ ટંકારા પોસ્ટ ઓફિસની હેઠળ આવતી 16 જેટલી બ્રાંચ ઓફીસ પણ ભાડાપેટે ચાલી રહી છે. ત્યારે સરનામા સુધી પહોંચતી સેવાની સંસ્થાને કાયમી સરનામું મળે એવી લોકમાંગ ઉઠી છે. સાથોસાથ છાશવારે સર્જાતી સર્વર અને નેટ કનેક્ટીવીટીના ધાંધિયામાંથી રાહત મળે અને ગ્રાહકોને ઝડપી અને પુરતી સેવા મળે એ પણ જરૃરી છે.

હાલમાં ટંકારાની પોસ્ટ ઓફિસ દયાનંદ ચોક સ્થિત નાનકડા મકાનમા ભાડે ચાલે છે. જેમાં સંકળાશ પડે છે અને પૂરતી સેવાનો અભાવ છે. આથી, કુરિયર માટે પ્રાઈવેટ સર્વિસ તરફ લોકોને જવુ પડ્યુ છે. જે લાંબા ગાળે સરકારી સંસ્થા એવી પોસ્ટ ઓફિસને નુકસાનકારક થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં ટંકારા પોસ્ટ ઓફિસનુ કાયમી સરનામું મળે અને તાલુકા કક્ષાની આધુનિક ઓફીસ કાર્યરત કરવાની માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text