મોરબી : કોરોના કાળમાં કુત્રિમ ઠંડા પીણાંની સામે લીલા નાળિયેરના વેચાણમાં વૃદ્ધિ

- text


લીલા નાળિયેર સ્વાસ્થ્ય માટે કુદરતી રીતે ગુણકારી હોવાથી કોરોના કાળમાં ડિમાન્ડ વધી

મોરબી : કુદરતે માનવજાતને અનેકજાતની અણમોલ ભેટ આપી છે. તેમાંની શ્રેષ્ઠ ભેટ છે લીલા નાળિયેર. આ લીલા નાળિયેરનું પાણી પીવાથી માણસ રોગમુક્ત બને છે. આથી, કોઈપણ રોગના ભોગ બનીએ ત્યારે તબીબીઓ દર્દીઓને પ્રથમ લીલા નાળિયેરના પાણી પીવાની સલાહ આપે છે. લીલા નાળિયેરનું પાણી ખરેખર અમૃત પીણું છે. આ અમૃત પીણું પીવાથી લોકો રોગ મુક્ત થવાની સાથે જ અદભુત તાજગી મળે છે. જો કે કોરોના પણ આ અમૃત પીણું ખૂબ જ ઉપયોગી છે. આથી, મોરબીમાં કોરોના કાળમાં લીલા નાળિયેરની ડિમાન્ડ ઘણી જ વધી છે.

કોડીનાર સહિત વિસ્તારોમાંથી આવતા નાળિયેરોનું મોરબીમાં આશરે 50 થી 60 લોકો લીલા નાળિયેરનું વેચાણ કરે છે. આમ તો ઘણા લોકો વર્ષોથી લીલા નાળિયેરના પાણીનું નિયમિત સેવન કરે છે, જ્યારે અમુક લોકો માંદા પડે ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ રોગમુક્ત થવા લીલા નાળિયેરના પાણીનું સેવન કરે છે. હાલમાં કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે અને મોરબી શહેરમાં કોરોનાએ હદ કરી નાખી છે. આથી, કોરોના મુક્ત થવા માટે ઘણા લોકો આ નાળિયેરની નિયમિત સેવન કરવા લાગ્યા છે. તેથી, કોરોના કાળમાં લીલા નાળિયેરના વેચાણમાં ડબલ ગણી વૃદ્ધિ થઈ છે.

કોરોના પહેલા મોરબીમાં દરરોજ આશરે 3 હજાર જેટલા લીલા નાળિયેરનું વેચાણ થતું હતું. એની સામે હવે આ લીલા નાળિયેરના વેચાણમાં ડબલ ગણો વધારો થયો છે. હાલ કોરોના કાળમાં દરરોજ આશરે 6 હજાર જેટલા લીલા નાળિયેરનું વેચાણ થાય છે. આ લીલા નાળિયેરનું વેચાણ કરતા કરણભાઈ દેલવાડિયાએ કહ્યું હતું કે પહેલા કરતા હાલ.કોરોના કાળમાં લીલા નાળિયેરનું વેચાણ વધ્યું છે. 3 હજારમાંથી ડબલ ગણું વધીને 6 હજારનું દરરોજનું વેચાણ થઈ ગયું છે. ખાસ કરીને આ ગંભીર મહામારીમાંથી સ્વસ્થ થવા માટે લોકો કુત્રિમ ઠંડા પીણાંનો ત્યાગ કરી દીધો છે અને આ કુદરતી અમૃત પીણાં તરફ વળ્યા છે.

- text

લીલા નાળિયેરના જૂના ભાવો યથાવત

કોરોના કાળમાં લીલા નાળિયેરના વેચાણમાં જબરો ઉછાળો આવ્યો છે. જે લોકો કોરોનાનો ભોગ બન્યા હોય એ લોકો તો રોજ આ અમૃત પીણું પીએ છે. પણ બીજા લોકો સાવચેતી માટે આ નાળિયેરના પાણીનું સેવન કરે છે. એટલે હવે આ કુદરતી પીણાંની ડિમાન્ડ વધી છે. તેમ છતાં તેના ભાવોમાં કોઈ ફરક પડ્યો નથી. પહેલા રૂ.20 થી માંડીને રૂ.50 સુધીમાં લીલા નાળિયેર મળતા અને હાલ પણ આ જ ભાવે લીલા નાળિયેર મળે છે. એટલે કે જૂનો ભાવ જ યથાવત રહ્યો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text