વિરાટનગર (રંગપર)થી સીમાન્ટો સીરામીક સુધીના રૂ. 4.21 કરોડના ખર્ચે બનનાર રોડનું ખાતમુર્હુત કરાયું

- text


પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાની જહેમતથી મંજુર થયેલ વિરાટનગર (રંગપર)થી કેનાલ સુધી સીમાન્ટો સીરામીક સુધીનો આશરે ત્રણ કિ.મી. લંબાઈનો સી.સી.રોડ ₹ ૪.૨૧ કરોડના ખર્ચે બનનાર રોડનું ખાતમુહૂર્ત કરાયું છે.

વિરાટનગર રંગપરથી સીમાન્ટો સીરામીક એટલે કે કેનાલ સુધીનો સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવાની તાતી જરૂરિયાત હતી. કાંતિભાઇ અમૃતિયાએ જહેમત ઉઠાવી આ રોડ મંજુર કરાવેલ છે. સાત મીટર પહોળો અને 2.800 કિ.મી. લંબાઈનો આ સી.સી.રોડ ₹ 4.21 કરોડના ખર્ચે મંજુર થયેલ છે. આ રોડ બનવાથી પ્રજાજનો ઉપરાંત ઉદ્યોગકારોને વિશેષ લાભ થશે.

આ સમારોહમાં કાંતિભાઇ અમૃતિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી હતી અને સીમાન્ટો વિટ્રીફાઈડના સંચાલક જગદીશભાઈ ગોરીયા, એન.સી.ટી. સીરામીકના સંચાલક દિનેશભાઈ દેત્રોજા, સોયો સેનેટરીના સંચાલક કૈલાશભાઈ મેરજા તથા અન્ય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોએ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાનો આભાર માન્યો હતો.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text