મોરબી જિલ્લાના ત્રણ APMC ખાતે આજથી મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ, પોલીસ બંદોબસ્ત ફાળવાયો

- text


વિલેજ કોમ્યુટર ઓપરેટરો હડતાલ ઉપર ઉતરે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તમામ તલાટીઓને સૂચના અપાઈ

મોરબી : મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિથી પાકની નુકશાની વચ્ચે હવે ખેતરોમાં બચેલા સારા પાકના ઉતારા થઈ રહ્યા છે અને મગફળીની આવક પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે મોરબી જિલ્લામાં મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી જિલ્લા પુરવઠા અધિકારી શ્ર્વેતા પટેલના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના ત્રણ એપીએમસી ખાતે આજે ગુરુવારથી મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ થશે. જેમાં મોરબીમાં ત્રણ, વાંકાનેરમાં ચાર અને હળવદમાં ચાર કોમ્યુટર રાખવામાં આવ્યા છે અને સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. સ્થળ ઉપર કોરોનાની ગાઈડ લાઇનના ચુસ્ત અમલ માટે એપીએમસી સ્ટાફ અને પોલીસ સ્ટાફ પણ જોડાશે. જો કે મોરબીમાં ત્રણ કોમ્યુટર જ ફાળવવામાં આવ્યા છે. મોરબી સેન્ટર હેઠળ મોરબી, ટંકારા અને માળીયા તાલુકાનો સમાવેશ થાય છે. તેથી, ભીડ વધુ થવાની શકયતા છે.

- text

આ ઉપરાંત, તમામ ગ્રામ પંચાયતમાં વિલેજ કોમ્યુટર ઓપરેટર મારફત રજીસ્ટ્રેશન થઈ શકશે. પરંતુ આજે મોરબી તાલુકાના વિલેજ કોમ્યુટર ઓપરેટરોએ ડીડીઓને આવેદન પાઠવી બે વર્ષેથી કમિશન ન મળતું હોવાથી હડતાલ ઉપર ઉતરવાની ચીમકી આપી છે. આ મામલે ડીડીઓ પરાગ ભગદેવે જણાવ્યું હતું કે વિલેજ કોમ્યુટર ઓપરેટરો હડતાલ ઉપર ઉતરે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તમામ તલાટીઓને સૂચના આપી દેવામાં આવી છે અને આ વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે રિપોર્ટ આપી દેવાની પણ તાકીદ કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text