હળવદમાં શ્વાનને ગોળી મારી નિર્દયી હત્યા : પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

- text


કોઈ અજાણ્યા શખ્સોએ કૂતરા પર ફાયરિંગ કરીને હત્યા કર્યાની ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદમાં પોસ્ટ ઓફીસ પાસે શ્વાનને ગોળી મારી નિર્દયી હત્યા કર્યાનો બનાવ સામે આવતા જીવદયાપ્રેમીઓ ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. આ બનાવમાં ખુદ હળવદ પોલીસે ફરિયાદી બનીને અજાણ્યા શખ્સો સામે કૂતરાની હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ પોસ્ટ ઓફીસ પાસેથી ગઈકાલે તા.30 ના રોજ એક શ્વાનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ બનાવની તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં આ શ્વાનને ગોળી મારીને હત્યા કર્યાનું બહાર આવતા પોલીસ પણ આ બનાવથી ચોકી ઉઠી હતી અને આ સમગ્ર બનાવ અંગે ખુદ પોલીસ ફરિયાદી બનીને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

- text

જેમાં હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ મોહનભાઇ આલએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા ઈસમોએ પોતાના કબ્જામાં રહેલા હથિયાર વડે કૂતરા પર ફાયરીગ કરી તેને ગોળી મારીને કુર હત્યા નિપજાવી હતી. જો કે આરોપીએ ક્યા કારણોસર આ કૃત્ય કર્યું તે સહિતની વિગતો બહાર લાવવા અને આરોપીઓને ઝડપી લેવા હળવદ પીએસઆઇ રામાનુજ સઘન તપાસ ચાલવી રહ્યા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text