ઘનશ્યામગઢનો યુવાન 99.40 લાખની રદ થયેલી નોટો સાથે ગાંધીનગરથી ઝડપાયો

એટીએસના હાથે ઝાડપાયેલો મનીષ સંઘાણી હાલ મોરબી તથા ગાંધીનગર રહેતો હતો

મોરબી : મૂળ હળવદના અને હાલ ગાંધીનગર રહેતા શખ્સને એટીએસે 99.40 લાખના મૂલ્યની 500 અને 1000ની રદ થયેલી કરન્સી સાથે ગાંધીનગર ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ હળવદના ઘનશ્યામગઢના મનીષ સંઘાણીની અમદાવાદ એટીએસની ટીમે ગાંધીનગરના સેકટર 28 નજીક આવેલા બગીચામાંથી રૂ. 99.40 લાખના મૂલ્યની (વર્તમાન મૂલ્ય શૂન્ય) રૂ. 500 અને 1000ના દરની રદ થયેલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે. એટીએસ ચીફ હિમાંશુ શુકલાના માર્ગદર્શનમાં ઉક્ત સ્થળેથી ઝડપાયેલા મૂળ હળવદના ઘનશ્યામગઢના આરોપી મનીષ સંઘાણી મોરબીમાં ભાડે મકાન રાખી રહેતો હતો ત્યારબાદ ગાંધીનગર સહિતના સ્થળોએ મકાનો બદલતો રહેતો. રદ થયેલી કરન્સી બાબતે એટીએસ દ્વારા સઘન પૂછપરછ દરમ્યાન ઝડપાયેલી નોટો ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં આપવાની હતી સહિતની વિગતો બહાર આવ્યા બાદ આ પ્રકરણમાં વધુ ખુલાસા થાય એવી શક્યતા જોવાઇ રહી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate