મોરબી જિલ્લામાંથી કોવિડ-19ની ગાઈડલાઇન્સનો ભંગ કરતા 12 પેસેન્જર ફોરવ્હિલ અને 10 રીક્ષા ડિટેઇન

- text


1 છકડો, 1 ટાટા પિક-અપ અને 2 બાઇક ચાલકો સામે પણ વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધાયો

મોરબી : કોવિડ-૧૯ની અમલમાં રહેલી ગાઈડલાઇન્સનો ભંગ કરતા મોરબી જિલ્લામાં બુધવારે પેસેન્જર ફોરવ્હીલ ચાલકો સહિત ઓટો રીક્ષા ચાલકો સામે લાલ આંખ કરી હતી. મોરબી શહેર, તાલુકા તથા હળવદ, ટંકારા, વાંકાનેર તાલુકા, શહેરમાંથી પોલીસે 12 પેસેન્જર ફોરવ્હીલ ચાલકો અને 10 ઓટો રીક્ષા ચાલકો સહિત છકડો રીક્ષા અને બાઇક ચાલકો સામે વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધી તમામ વાહનો ડિટેઇન કરતા નિયમ વિરુદ્ધ પેસેન્જરોની હેરાફેરી કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના લાલપર ગામ પાસે હાઈવે રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રીક્ષા ઉભી રાખવા બાબતે એક ચાલક સામે, વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર લાલપુર ગામ સામે રોંગ સાઇડમાં પૂરઝડપે ઓટો રિક્ષા ચલાવતા ચાલક સામે ipc કલમ 279 મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 તથા 119 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપળી ગામના નાકા પાસે જેતપુર-મોરબી રોડ પરથી ચાર પેસેન્જર બેસાડીને નીકળતા ઓટોરિક્ષા ચાલક સામે ગુનો રજીસ્ટર કરી રિક્ષા ડિટેઇન કરવામાં આવી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધી ચોક રોડ પર ઓવર સ્પીડમાં ઓટો રિક્ષા ચલાવતા એક ચાલક સામે તથા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં માળીયા ફાટક પાસે કોવિડ-૧૯ના દિશાનિર્દેશોનો ભંગ કરી વધુ એટલે કે ચાર પેસેન્જરો બેસાડીને નીકળતા એક રિક્ષા ચાલક સામે ગુનો નોંધી રિક્ષા ડિટેઇન કરવામાં આવી હતી.

- text

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતી મેસરીયા ચેકપોસ્ટ પાસે બોલેરો ગાડી ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખવા બાબતે 2 બોલેરો ચાલક સામે, તથા 6 ઇકો કાર ચાલક સામે, તથા એક રિક્ષા ચાલક સામે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહન ઉભુ રાખવા બદલ ગુનો રજિસ્ટર કરીને ઉક્ત વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢૂંવા ચોકડી પાસે સીએનજી રીક્ષા બેફિકરાઈથી ચલાવવા બદલ ચાલક સામે તથા પાંચ ઇકો પેસેન્જર ગાડી મેસરીયા ચેકપોસ્ટ પાસેથી અટકાવીને ડિટેઇન કરવામાં આવી હતી. વાંકાનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ જીનપરા જકાતનાકા પાસે ત્રીપલ સવારી મોટરસાયકલ ચાલક સામે તથા વાંકાનેર-ચોટીલા હાઈવે રોડ પર નિયમથી વધુ પેસેન્જર બેસાડીએ નીકળતા રીક્ષા ચાલક સામે ગુનો નોંધી રિક્ષા ડિટેઇન કરવામાં આવી હતી.

જ્યારે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખીજડીયા ચોકડી પાસે ટાટા-709 વાહન ડિટેઇન કરવામાં આવ્યું હતું તથા ટંકારાના નગર નાકા પાસે એક છકડો રીક્ષા ડિટેઇન કરવામાં આવી હતી. ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ પોલીસ સ્ટેશન સામે નગરનાકા પાસે પુરપાટ ઝડપે બાઈક ચલાવવા બદલ એક બાઇક ચાલક સામે આઇપીસી કલમ 279 મુજબ ગુનો નોંધી બાઈક ડિટેઇન કરવામાં આવ્યું હતું. નગરનાકા પાસેથી મારુતિ ઇકો કારમાં ડ્રાઇવર સહિત આઠ લોકોનું વહન કરતાં કાર ચાલક સામે કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ઉપરોક્ત કાર ડિટેઇન કરવામાં આવી હતી.

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરા ચોકડી સામે સીએનજી રીક્ષા ચાલક પુરપાટ ઝડપે નીકળતા તેને અટકાવીને પુનઃટ્વીટ કરી રીક્ષા ડિઝાઇન કરવામાં આવી હતી. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૈધનાથ મંદિર પાસે ચારથી વધુ પેસેન્જરો બેસાડી નીકળતા રીક્ષા ચાલક સામે કલમ 188 મુજબ ગુનો નોંધી રિક્ષા ડિટેઇન કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યવાહી કરાતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. સાથોસાથ તંત્ર દ્વારા સખ્ત સંદેશ પણ અપાયો છે કે કોરોના સંક્રમણનો વ્યાપ ઓછો કરવા માટે આગળ ઉપર પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text