મોરબીમાં લોકભાગીદારીથી લગાવેલા સીસીટીવીમાંથી મોટાભાગના બંધ હાલતમાં

- text


સીરામીક એસોશિએશને કરોડોના ખર્ચે વર્ષ 2015-16માં 49 સ્થળોએ 142 સીસીટીવી નંખાવી આપ્યા હતા : હાલમાં મોટાભાગના બંધ 

મોરબી : ગોર દાદા પરણાવી દે…. પણ ઘર ન ચલાવે….. આ ઉક્તિ મોરબી પોલીસ તંત્ર માટે બરાબર બંધ બેસી રહી છે, સીરામીક નગરી મોરબીમાં ગુન્હાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસને સુવિધા માટે સીરામીક એસોશિએશન દ્વારા શહેરના મહત્વપૂર્ણ એવા જુદા-જુદા 48 લોકેશન ઉપર 142 સીસીટીવી કરોડો રૂપિયાના ખર્ચે ફિટ કરાવી આપ્યા હતા પરંતુ જાળવણીના અભાવે આ કેમેરાઓ પૈકી મોટા ભાગના કેમેરાઓ હાલમાં બંધ હોવાનું સામે આવ્યું છે.

સીરામીક નગરી મોરબી શહેરમાં વર્ષ 2015-16માં મોરબી સીરામીક એસોશિએશનના સહયોગથી શહેરના મુખ્ય ગણાતા 49 લોકેશન ઉપર રૂપિયા ચાર કરોડના ખર્ચે 142 સિસિટીવી કેમેરા નાખવામાં આવ્યા હતા. પોલીસની તીસરી આંખ સમાન આ પ્રોજેક્ટથી મોરબી શહેરનો મોટાભાગનો વિસ્તાર આવરી લીધો હતો.પરંતુ બાદમાં પાંચ વર્ષનો મેઇન્ટેન્સનો કાર્યકાળ પૂર્ણ થતા જ પોલીસની તીસરી આંખ જેવા આ પ્રોજકેટનું જાળવણીના અભાવે બાળ મારણ થયું હોય તેવી સ્થિતિમાં મોટાભાગના કેમરાઓ હાલમાં બંધ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ લાવવા અને કોઈ ઘટના બની જાય તો તપાસ માટે પોલીસને સીસીટીવી કેમેરા ખૂબ જ મદદરૂપ નીવડ્યા છે પરંતુ વર્ષ 2015-16માં સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા બાદ ચાર કરોડના ખર્ચની સાથે મેઇન્ટેનન્સ સુવિધા આપનાર કોન્ટ્રાકરને બાદમાં કોન્ટ્રાકટ આપવામાં ણ આવતા છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોજેક્ટ ખોરંભે ચડી જતા પોલીસની તીસરી આંખે રોશની ગુમાવી હોવાનું સામે આવ્યું છે.

- text