ધર્મ રથ બાદ ક્ષત્રિય સમાજના મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલન

- text


પરસોતમ… પરસોતમમા ઘણો ફેર રે… મહિલાઓએ ધૂન લલકારી

મોરબી : ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજની લડાઈમાં આજે મોરબીમાં ક્ષત્રિય સમાજના મહિલાઓ પ્રતીક ઉપવાસ કરી પરસોતમ… પરસોતમમા ઘણો ફેર રે… ધૂન લલકારી શાબ્દિક બાણ છોડયા હતા.

ક્ષત્રિય સમાજ વિશે અશોભનીય ટિપ્પણી બદલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે આંદોલન છેડી ક્ષત્રિય અસ્મિતા સંમેલન, ધર્મ રથ બાદ આજે મોરબી ક્ષત્રિય સમાજના મહિલાઓએ પ્રતીક ઉપવાસ કર્યા હતા. આ તકે, ક્ષત્રિય સમાજે જણાવ્યું હતું કે, ભાજપ માંગણીનો સ્વીકાર નથી કરી રહી એટલે હવે લડાઈ ભાજપ સામે છે અને અમે આ મુજબ કાયદા અને મર્યાદાના રહી લોકશાહીની ઢબે જ વિરોધ કરતા રહીશું.

સાથે જ આજે ક્ષત્રિય સમાજના બહેનોએ ઉપવાસ દરમિયાન પરસોમતમ પરસોત્તમમાં ઘણો ફેર રે… પરસોત્તમ કેને કહેવાય જો ” આ ઉપર તેમણે ટકોર કરતા જણાવ્યું હતું કે જેવું નામ હોય તેવા જીવનમાં ગુણ પણ હોવા જોઈએ.

- text

- text