વાંકાનેર : મતદાન પેહલા મોકપોલમાં ખામીયુકત 1 BU, 3 CU અને 3 VVPT મશીન બદલાવાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે. વાંકાનેર વિધાનસભામાં મતદાન શરૂ કરતાં પેહલા બે થી ત્રણ બુથ પર મોકપોલ દરમિયાન અમુક મશીનોમાં ખામી જણાતા તેમને બદલવામાં આવ્યા છે.

આ અંગે વાંકાનેર ચૂંટણી અધિકારી ગઢવીએ જણાવ્યું હતું કે વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં મોકપોલ દરમિયાન 303 નંબરના બૂથમાં 1 BU, 3 CU અને 3 VVPT મશીનમાં ખામી સામે આવતા તેમને બદલવામાં આવ્યા છે. હાલ શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.

- text

- text