સાંસદ કુંડારીયા અને ધારાસભ્ય અમૃતિયાએ મતદાન કર્યું

- text


મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ત્રીજા તબક્કામાં મોરબી જિલ્લાનાં નાગરિકો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને ધબકતું રાખવા વહેલી સવારથી જ જાગૃત બની પોતાનો પવિત્ર મત આપી રહ્યાં છે. વહેલી સવારથી જ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે. અને લોકો મતદાન કેન્દ્રો ઉપર જઇ મતદાન કરી રહ્યાં છે. ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને માળીયા – મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પણ વહેલી સવારે પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના મહાપર્વને ઉજવ્યું હતું.

- text

- text