ચકમપર-જીવાપરના રસ્તે ઘોડાધ્રોઇ નદીમાં ડાયવર્ઝન તાકીદે રિપેર કરવા માંગ

- text


મોરબી : મોરબી તાલુકાના ચકમપર-જીવાપરના રસ્તા વચ્ચે ઘોડાધ્રોઇ નદીમાં જે ડાયવર્ઝન કાઢવામાં આવે છે, તેનું તાત્કાલિક રીપેરીંગ કરવા માટે ચકમપર ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે ચકમપર-જીવાપરના રસ્તા વચ્ચે ઘોડાધ્રોઇ નદીમાં લોકડાઉન પહેલા પુલનું કામ ચાલુ કરવામાં આવેલ હતું. તે સમયે નદીમાં જે ડાઇવર્ઝન કાઢવામાં આવેલ, તે હાલમાં નદીમાં પાણી છોડવાના કારણોસર ધોવાઈ ગયેલ છે. આથી, ગામલોકોએ આ મુશ્કેલીના નિવારણ માટે તાત્કાલિક ડાયવર્ઝન રીપેરીંગ કરવા માટે અનુરોધ કરવામાં આવેલ છે. તેમજ ગામલોકોના જણાવ્યા અનુસાર આ સમસ્યાના લીધે 15-20 દિવસથી રસ્તો બંધ છે. નદીમાં અવરજવર કરી શકાય તે માટે ડાયવર્ઝન રીપેર નહીં કરવામાં આવે તો આંદોલનના મંડાણ કરવામાં આવશે, જેની જવાબદારી જે તે અધિકારીની રહેશે, તેમ જણાવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text