મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત બિલ સામે વિરોધ પ્રદર્શન

- text


મોરબી : તાજેતરમાં લોકસભા અને રાજ્યસભામાં સરકારે પસાર કરેલા કૃષિ બિલનો ઠેરઠેરથી વિરોધ થઈ રહ્યો છે. જેમાં આ કૃષિ બિલ ખેડૂત વિરોધી હોવાનું જાણાવીને તમામ વિરોધ પક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા સરકારના કૃષિ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં કેન્દ્ર સરકારે કાયદાની હદોને પાર કરી ખેડૂત બિલ પાસ કર્યું હોવાનું જણાવીને સામે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોરબી જિલ્લા ઓબ્ઝર્વ શ્રી રામ શર્મા, જિલ્લા પ્રભારી ભરત બારોટ, જિલ્લા પ્રમુખ એ.કે.પટેલ, જિલ્લા ખેડૂત સંઘ પ્રમુખ પ્રવીણ ફેફર, મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ સાથે મોટી સંખ્યામાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text