મોરબી જિલ્લામાં અનલોકની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા 9 રીક્ષાચાલકો સહિત 12 લોકો દંડાયા

9 રિક્ષાઓ, 2 બોલેરો પિક-અપ અને 1 ઇકો કાર ડિટેઇન કરાયા

મોરબી : અનલોકની ગાઈડલાઇન્સ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સને કોરોના પ્રસરતો અટકાવવામાં ખાસુ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને એથી જ જાહેર પરિવહનના મુખ્ય વાહન એવા ઓટો રીક્ષા ચાલકો પાસે નિયમ મુજબના ઓછા પેસેન્જર બેસાડવા માટે આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાંથી સરકાર દ્વારા જાહેર થયેલી કોવિડ-૧૯ની ગાઈડલાઇન્સનો ભંગ કરતા રીક્ષા ચાલકો વિરુદ્ધ તથા બોલેરો પિક-અપ વાહન ચાલકો સામે ગુન્હો દાખલ કરી ઉક્ત વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

જે મુજબ મોરબી સીટી.બી.ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં માળીયા ફાટક પાસેથી ચાર પેસેન્જર બેસાડીને નીકળતા રીક્ષા ચાલક સામે, એ.ડીવી. પો. સ્ટે. વિસ્તારના નગર દરવાજા સર્કલ પાસેથી ટ્રાફિકને અડચણરૂપ ઓટો રીક્ષા ચાલક સામે, મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં રવિરાજ ચોકડી પાસે માસ્ક વગર ડ્રાઈવિંગ કરતા ચાલક સામે કલમ 188 હેઠળ ગુન્હો નોંધી ઉક્ત વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

જ્યારે વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં ઢૂંવા ચોકડી પાસેથી માસ્ક વિના નીકળતા ટ્રક ડાઈવર સામે, માનવ જિંદગી જોખમાય એ રીતે પુરપાટ ઝડપે ઓટો રીક્ષા ચલાવી નીકળેલા 4 ચાલકો સામે, ભવાની હોટલ પાસે ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે રીક્ષા પાર્ક કરનાર બે ચાલક સામે, ઢૂંવા-માટેલ રોડ પર ગફલતભર્યું ડ્રાઈવિંગ કરવા બદલ એક બોલેરો પિક-અપ ચાલક સામે ગુન્હો નોંધી ઉક્ત વાહનો ડિટેઇન કરાયા હતા.

જ્યારે માળીયા.મી.માં ભીમસર ચોકડી પાસે પુરઝડપે રીક્ષા ચલાવતા ચાલક સામે તથા હળવદમાં હોન્ડા શોરૂમ નજીક બેફિકરાઈથી ઇકો કાર ચલાવવા બદલ ચાલક સામે આઇપીસીની કલમ 279 મોટર વ્હિકલ એક્ટની કલમ 177 તથા 184 મુજબ કાર્યવાહી કરી ઉક્ત વાહનો ડિટેઇન કરાયા હતા તથા હળવદ ટિકર માર્ગ પર ત્રણ રસ્તા નજીક ચાર પેસેન્જર બેસાડીને નીકળતા સીએનજી રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધી ઉક્ત વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate