ભરતનગર નજીક થયેલ અકસ્માતમાં ટ્રકચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી : ભરતનગર નજીક બાઈક અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઇકચાલકનું મોત થયું હતું. આ અકસ્માતના બનાવમાં ટ્રકચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગત તા. 21ના રોજ સાંજના 4-30 વાગ્યા આસપાસ ભરતનગરમાં ભરતવનની સામે રોડના બે ડીવાઇડરની કટની વચ્ચેની જગ્યામાં ટ્રક નંબર-જી.જે.-૧૨-બી.વાય-૬૩૭૯ના ચાલકે ટ્રક બેદરકારીથી ચલાવી નરેશભાઇ ચોંડાભાઇ ઝંઝવાડીયા (ઉ.વ. 27, રહેવાસી નવા સાદુળકા, તા.જી. મોરબી)ને તેના સ્પ્લેન્ડર રજી. નં. જી.જે.૦૩-એફ.જે.-૭૩૨૯ સહીત હડફેતે લીધો હતો. આથી, નરેશભાઇ રોડ પર પડી ગયા હતા. અને તેના શરીરનો છાતીનો, પેટનો તથા કમરનો ભાગ ચગદાઈ ગયો હતો અને ગંભીર ઇજાઓ પહોંચવાથી તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક રેઢો મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતક નરેશભાઇના બનેવી ભરતભાઇ સનુરાએ ટ્રકચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ટ્રકચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate