મોરબી જિલ્લા ભાજપ અગ્રણીએ બટુક ભોજન કરાવીને જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપ અગ્રણી વિજયભાઇ લોખીલે તેમના સોસાયટીના નાના ભૂલકાઓને બટુક ભોજન કરાવી તેમજ ગાયોને લીલું ઘાસ ખવડાવીને જન્મ દિવસની સાદગીભેર ઉજવણી કરી હતી.

નાનપણથી જ રાષ્ટ્રભક્તિના રંગે રંગયેલા વિજયભાઇ લોખીલ (વિજયશ્રી) નાની ઉંમરથી જ સમાજ સેવાના અનેકવિધ કાર્યો કરે છે. તેમજ વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ સેવા આપે છે. ઉપરાંત તેઓ રાજકીય ક્ષેત્રે પ્રભારી તરીકે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયની જવાબદારી સંભાળી રહ્યા છે. સાથે સાથે જિલ્લા મીડિયા સેલના ઇન્ચાર્જ તરીકે અને ઉપપ્રમુખ તરીકે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની પણ જવાબદારી સફળતા પૂર્વક નિભાવી રહ્યા છે.

- text

તેઓના જન્મદિવસે મુખ્યમંત્રીએ પણ ખાસ શુભેચ્છા પાઠવી હતી. જન્મદિવસ નિમિતે તેઓએ સોસાયટીના નાના ભૂલકાઓને બટુક ભોજન કરાવી તેમજ ગાયોને લીલું ઘાસ ખવડાવીને સાદગીભેર ઉજવણી કરી હતી.

 

- text