મોરબીમાં વૃક્ષો વાવી દિકરીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

- text


મોરબી : ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે જાગૃતતા જોવા મળી રહી છે. હવે શુભ પ્રસંગો હોય, અથવા તો જન્મદિવસ, પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ પ્રવૃતિઓ દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં આજે મોરબીના એગ્રો સેન્ટરના માલિકના પુત્રીના જન્મદિવસની વૃક્ષારોપણ કરી ઉજવણી કરી હતી.

- text

મોરબીના રવાપર રોડ પર આવેલ સાનિધ્ય પાર્ક(બોનીપાર્ક)માં રહેતા અને મુળ.ચકમપરના આનંદભાઇ પરસોતમભાઇ કાલરીયાના આજે દિકરી દ્રષ્ટિના જન્મદિવસ નિમિત્તે તેમના ઘર આંગણે 6 વૃક્ષ વાવીને ઉજવણી કરવામાં આવી હતી. દિકરીના દ્રષ્ટિના જન્મદિવસ નિમિત્તે એમના પિતા આનંદભાઇએ જણાવ્યું હતું કે, મારા પિતા પરસોતમભાઇ કાલરીયા દ્વારા મોરબી શહેરમાં 500 થી વધુ વૃક્ષોનુ અગાઉ વાવેલ હતા. અને તેમનું જતન ઉછેર કરવા તેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા. જેથી અમારા પરિવારમાં દાદામાંથી પ્રેરણા લઈ મારી પુત્રીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષ વાવી ઉજવણી કરવામાં આવી હતી. સાથે પર્યાવરણ જતન અને જાળવણી કરી વધુને વધુ વૃક્ષો વાવો તેવો સંદેશ આપ્યો હતો.

- text