મોરબીમાં યુવાને જન્મદિવસે દિવ્યાંગ બાળકોની સેવામાં જીવન સમર્પિત કરવાનો સંકલ્પ લીધો

- text


મિશન ફોર સ્પેશિયલ ચિલ્ડ્રન જન જાગૃતિ અભિયાન થકી દિવ્યાંગ બાળકોના વાલીઓને મનોવૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો સંદેશ આપશે

મોરબી : મોરબી પાસેના વિરપરડા નામના નાનકડા ગામમાં જન્મેલા એવા વિજયભાઈ વ્યાસ નામના યુવાને પોતાના જન્મદિવસે જ દિવ્યાંગ બાળકોની સેવામાં જીવન સમર્પિત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે.માસ્ટર ઓફ જર્નાલિઝમ (M.J.M.C.)નો અભ્યાસ કરનાર આ યુવાનને નાનપણથી જ કોઈક માટે સેવા કરવાની ભાવના હતી.દરમિયાન તેમનો પુત્ર જન્મથી જ દિવ્યાંગ હોવાથી તેમણે દિવ્યાંગ બાળકોની સેવા માટે અને ખાસ કરીને વાલીઓ જાગૃત થાય તે માટે સતત અભિયાન ચાલવા મનમાં ગાંઠ વાળી લીધી હતી. તેમણે દિવ્યાંગ બાળકના એક પિતા તરીકે જે મનોવૈજ્ઞાનિક દષ્ટિકોણ અપનાવ્યો છે. તે આવા બાળકોના વાલીઓની મુશ્કેલીઓ અને સાચા માર્ગદર્શનનો અભાવ જોતા પોતે જ પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કરી બાળકોની મુશ્કેલીઓને વાચા આપવાનો દ્રઢ સંકપ ધારણ કર્યો હતો.દિવ્યાંગ બાળકોના શિક્ષણ ક્ષેત્રે ભાવનગરની નટરાજ કોલેજમાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે બે ડિગ્રી (D.S.E._CP) અને ( C.C.A.) અભ્યાસ પ્રાપ્ત કર્યો હતો.તેમના આ સેવાકીય કાર્ય ને આગળ ધપાવવા મંદબુદ્ધિ સેવા આશ્રમ ટ્રસ્ટ- મોરબી સંસ્થાની સ્થાપના કરી છે.મંદબુદ્ધિ બાળકોની સેવા અને નિ:સહાય સમુદાયની સેવા એજ સાચી ઈશ્વર સેવા છે, તેમ માનીને તેમણે મંદબુદ્ધિના બાળકો માટે જાગૃતિ અભિયાન માટે એક પહેલ કરીને હજારો કિલોમીટર સાયકલ પ્રવાસ ખેડીને વિજય ભાઇ એ મંદબુદ્ધિના બાળકો માટે મિશન ફોર સ્પેશિયલ ચાઈલ્ડ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.

- text

તેને આજ બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળી રહ્યો છે સંત પરંપરાથી પ્રેરાયને માનસિક રૂપે ક્ષતિ ગ્રત બાળકોને ઈશ્વરનું સ્વરૂપ સમજી તેમની હદયપૂર્વક સેવા કરવા માટે પોતાનું જીવન આજે મંદબુદ્ધિના બાળકોની સેવા કરવા માટે સમર્પિત કરીને પોતાના ૪૫માં જન્મદિવસ નિમિતે સન્યાસોત્સવ તરફ પદાર્પણ કર્યું છે. મિશન ફોર સ્પેશિયલ ચિલ્ડ્રન જન જાગૃતિ અભિયાન દ્વારા મનો દિવ્યાંગ બાળકોના માતા-પિતાને મનોવૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો સંદેશ આપી વંચિત દરેક મનો વિકલાંગ બાળક સુધી જાગૃતતા કેળવવા માટે સેવાયજ્ઞનો દ્રઢ સંકલ્પ કર્યો હોવાનું વિજયભાઈ વ્યાસે જણાવ્યું હતું. માં મંગલ મૂર્તિ વિશિષ્ટ બાળકોની શાળામાં મનો દિવ્યાંગ બાળકો સાથે આજે સવારે બાળકોમાં તેની સરળતામાં આનંદ અને ઉત્સાહ વધે તેવા પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

- text