મોરબીમાં નોટ નંબરી અને વરલી મટકાનો જુગાર રમતા પાંચ પકડાયા

- text


સીટી એ ડિવિઝન પોલીસે જુગાર અંગે ત્રણ અલગ અલગ દરોડા પાડ્યા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુગારની બદી ડામવા અલગ અલગ ત્રણ જગ્યાએ દરોડા પાડી નોટ નંબરનો જુગાર રમતા ચાર શખ્સ તેમજ વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

સીટી એ ડિવિઝન પોલીસે જુગાર દરોડા અંગેની પ્રથમ કાર્યવાહીમાં મોરબી જુના બસસ્ટેન્ડ નજીકથી આરીફ મુસ્તકભાઈ બ્લોચ અને મહેશ ધીરજલાલ નિમાવત નામના શખ્સને જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 290 કબ્જે કર્યા હતા.

- text

જ્યારે બીજા દરોડામાં પોલીસે ગાંધી ચોકમાં નગરપાલિકાના દરવાજા નજીકથી આરોપી પ્રેમજીભાઈ વેલજીભાઈ ચૌહાણ નામના ઇસમને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 380 કબજે કરી જુગારધાર મુજબ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત ત્રીજા દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મકરાણીવાસમાં મેડિકલ સ્ટોર નજીક દરોડો પાડી આરોપી સાગરભાઈ રજનીકાંત સુખડીયા અને એજાજ મહેબૂબભાઈ ચાનીયાને જાહેરમાં નોટ નંબરનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 510 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text