ધો.12 કોમર્સમાં તપોવન વિદ્યાલયનો ડંકો : ડાભી સરિતા 99.96 PR સાથે મોરબીમાં પ્રથમ

 

આંકડાશાસ્ત્રમાં 5, નામાંના મૂળ તત્વોમાં 2, વાણિજ્ય વ્યવસ્થામાં 2 અને સેક્રેટરીયલ પ્રેકટીસમાં 1 વિદ્યાર્થીએ મેળવ્યા 100માંથી 100 માર્ક
99 PR ઉપરના 11 વિદ્યાર્થી, 95 PR ઉપરના 28 વિદ્યાર્થી અને 90 PR ઉપરના 40 વિદ્યાર્થી : શ્રેષ્ઠ પરિણામ મેળવવાની શાળાની પરંપરા આ વર્ષે પણ વણથંભી રહી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલનું ધો.12 કોમર્સનું ઝળહળતું પરિણામ આવ્યું છે. શાળાના શિક્ષકોની આગવી શિક્ષણ પદ્ધતિ અને બાળકોની મહેનત બન્નેના સમન્વયથી આ શ્રેષ્ઠ પરિણામ હાંસલ થયું છે.

શાળાની વિદ્યાર્થી ડાભી સરિતા 99.96 PR મેળવી મોરબી શહેરમાં પ્રથમ ક્રમે રહી છે. આ સાથે શાળાના 11 વિદ્યાર્થીએ 99થી વધુ PR, 28 વિદ્યાર્થીએ 95થી વધુ PR અને 40 વિદ્યાર્થીએ 90થી વધુ PR મેળવ્યા છે. શાળાના 13 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તો 34 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યા છે.

રાજકોટની એજ્યુકેશન સિસ્ટમના કારણે આ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. અહીં ન્યુ એજ્યુકેશન પોલિસી 2020ના માર્ગદર્શક અને શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડના સતત સેમિનારો યોજાતા રહે છે. આ ઝળહળતા પરિણામ માટે શાળા સંચાલક અશોકભાઈ રંગપરિયા, આચાર્ય નરેશભાઈ સાણજા, પ્રાઇમરી વિભાગના આચાર્ય દીપ્તિબેન રંગપરિયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ
અમરનાથ સોસાયટી,
જીઆઇડીસી પાછળ,
શનાળા રોડ, મોરબી
મો.નં.9687955274