મોરબીમાં કોલેજનાં આચાર્ય દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

- text


Let’s Spread Smile અભિયાન થકી વિદ્યાર્થીઓ જરૂરિયાતમંદોની મદદ કરવા પ્રેરાય તેવો પ્રયાસ

મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજનાં આચાર્ય દ્વારા જન્મદિવસ નિમિતે વિશેષ સમાજ ઉપયોગી સેવાકીય અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

તા ૨૫/૧૧/૨૦૨૧નાં દિવસે મોરબીની પી. જી. પટેલ કોલેજના આચાર્ય ડૉ. રવિન્દ્ર ભટ્ટનો જન્મદિવસ છે. આ જન્મદિનની સાર્થક ઉજવણી અંતર્ગત તેમના દ્વારા Let’s Spread Smile – Be The Reason For Someone’s Smile” નામથી એક વિશેષ સમાજ ઉપયોગી સેવાકીય અભિયાન કોલેજમાં શરુ કરવામાં આવ્યું છે.

આ અભિયાન શરુ કરવાનો મુખ્ય ઉદેશ યુવાનોમાં જન્મદિવસની પશ્ચિમી સંસ્કૃતિ મુજબ કેક કાપીને ઉજવણી દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓની રેલમછેલ અને બગાડ કરવામાં આવે છે, તેના બદલે આ રકમનો ઉપયોગ ગરીબ અને નિ:સહાય બાળકો અને લોકોને મદદરૂપ બનીને એમના સ્મિત કારણ બનવા માટે પ્રેરિત કરવાનો શુભ આશય છે. આ બાબતે યુવાનો જાગૃત થાય અને બીજાને પણ પ્રેરિત કરે અને સમાજને એક નવી રાહ ચીંધે અને સમાજ સેવાની દિશામાં એક નવી કેડી કંડારે એવી ઉમદા ભાવના આ અભિયાન સાથે જોડાયેલી છે.

- text

આ અભિયાન અંતર્ગત પી. જી. પટેલ કોલેજમાં દરેક વિદ્યાર્થીઓના જન્મદિવસ નિમિતે તેમને કોલેજ તરફથી ઉપરોક્ત અભિયાનમાં જોડાવા માટે પ્રેરાય તે માટે એક વિશેષ જન્મદિવસ શુભેચ્છા કાર્ડ આપવામાં આવશે. આ વિશેષ અભિયાન દ્વારા સમાજના ગરીબ અને નિસહાય વર્ગને મદદરૂપ બનવાનો એક નમ્ર પ્રયાસ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text